ગોડાદરામાં દેવધગામ રોડ પર આવેલ ગંગોત્રી સોસાયટીમાં રહેતા સીંગ પરિવાર અને ચૌધરી પરિવારે ૧૦ વર્ષ પહેલા ભાગીદારીમાં મકાનની દીવાલ બનાવી હતી. આ દીવાલ બનાવ્યા બાદ પણ સીંગ પરિવારે ચૌધરી પરિવાર પાસેથી ૧૫ હજાર રૂપિયા લેવાના નીકળતા હતા. ગતરોજ સીંગ પરિવારે ૧૫ હજારની માંગણી કરતા ચૌધરી પરિવાર ઉશ્કેરાયો હતો અને સીંગ પરિવારની મહિલાને વાળ પકડી ખેંચી ધક્કો માર્યો હતો અને છુટ્ટો પથ્થ્થરમારો કર્યો હતો. જેમાં બેને ઇજા થઇ હતી. જેથી આખરે સીંગ પરિવારે આ મામલે પોલીસ ફરિયાદ નોંધાવી હતી.
બનાવની વિગત એવી છે કે ગોડાદરા દેવધગામ રોડ પર ગંગોત્રી સોસાયટીમાં રહેતા નારાયણસિંગ બંસીધરસિંગ સિંગ મશીન ઉપર સાડી ઉપર લેશ પટ્ટી મુકવાનો વ્યવસાય કરે છે. ૧૦ વર્ષ અગાઉ નારાયણસિંગે મકાન રાખ્યા પછી ત્યાં જ વસવાટ કરતા હતા. આ સમયે બાજુના જ મકાનમાં ચૌધરી પરિવાર પણ રહેવા આવ્યો હતો. બંને પરિવારે ૨૦૧૨માં ભાગીદારીમાં મકાનની દીવાલ બનાવડાવી હતી. ત્યારબાદ નારાયણસિંગે તેની બાજુમાં રહેતા અખિલેશ પાસે ૧૫ હજાર લેવાના નીકળતા હતા. નારાયણસિંગે અવારનવાર પૈસા માંગ્યા હતા પરંતુ અખિલેશે બાદમાં આપી દેવાનું કહી વાયદાઓ આપ્યા હતા. ગતરોજ પણ નારાયણસિંગે આ પૈસાની માંગણી કરી હતી.
જેથી અખીલેશ વિજય ચૌધરી (રહે, ઘર નં. ૧૧૯ ગંગોત્રી સોસાયટી, દેવધગામ રોડ ગોડાદરા), ગુડ્ડુ ઉર્ફે મિખીલેશ વિજય ચૌધરી અને તેની પત્ની નેહા ઉશ્કેરાયા હતા અને ત્રણેય ઍકસંપ થઇ નારાયણસિંગના ઘરમાં ઘુસી આવ્યા હતા, જ્યાં ત્રણેયે ઍકસંપ થઇ નારાયણસિંગની પત્ની ગીતાદેવીના વાળ પકડી ખેંચી કાઢી તેમજ ધક્કો મારી તેને ઘસડી હતી. આ ઉપરાંત છુટા પથ્થરનો ઘા કરી નંદનીને નાક ઉપર ફેક્ચર કરી તથા જમણી આંખની પાંપણ ઉપર ઇજા કરી હતી. બનાવને પગલે બંનેને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. બનાવને પગલે નારાયણસિંગે ગોડાદરા પોલીસ મથકમાં પોલીસ ફરિયાદ નોંધાવતા પોલીસે ત્રણેય સામે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.(સાંકેતિક તસ્વીર)
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500