ઉત્તર પ્રદેશના સીતાપુરમાં આવેલ રામપુર ખાતે એક જ પરિવારના 6 લોકોની હત્યાના મામલામાં પોલીસને આ ઘટના નો ભેદ ઉકેલવામાં સફળતા મળી છે. પોલીસના જણાવ્યા અનુસાર આ હત્યા અન્ય કોઈએ નહીં પરંતુ મૃતક અનુરાગ સિંહના ભાઈ અજીત સિંહે કરી છે. હત્યારા અજીત સિંહે પોતાના પિતાની જ ગેરકાયદેસર પિસ્તોલ વડે આ જઘન્ય હત્યા કરી હતી. અજીત જાણતો હતો કે તેના પિતાની પિસ્તોલ તેની માતા પાસે છે અને તે ચોરીથી લઈને આવા ભયાનક હત્યાકાંડને જન્મ આપ્યો હતો. અજિતે તેના ભાઈ અનુરાગ, તેની પત્ની પ્રિયંકા અને તેમના ત્રણ બાળકો સાથે તેની માતા સાવિત્રીની નિર્દયતાથી હત્યા કરીને પોલીસને ફોન કરીને કહ્યું હતું કે તેના નાના ભાઈએ હત્યા કરીને આત્મહત્યા કરી લીધી છે પરંતુ તેની બનાવટ ઉઘાડી પડી ગઈ અને હત્યારા તરીકે તે ઝડપાઈ ગયો.
પોલીસની પૂછપરછ દરમિયાન આરોપીએ કબૂલાત કરી હતી કે તે માત્ર ભાઈ અને ભાભીને જ મારવા માંગતો હતો, પરંતુ માતા જાગી હોવાથી તેમની પણ હત્યા કરવી પડી હતી. ત્રણેય બાળકોને રૂમમાં લઈ જઈને અજિતે સમજાવવાની કોશિશ કરી કે પિતાએ માતા અને દાદીની હત્યા કર્યા બાદ આત્મહત્યા કરી છે, પરંતુ જ્યારે બાળકો ચીસો પાડવા લાગ્યા ત્યારે તેણે તેમને પણ મારી નાખ્યા. અજિતે એ પણ જણાવ્યું કે 11મી મેની રાત્રે તેણે ખીચડીમાંઊંઘની ગોળીઓ ભેળવી હતી. જેથી કરીને જમ્યા બાદ પરિવારના સભ્યો સૂઈ જાય અને કોઈને હત્યાની શંકા ન જાય. પણ એ રાત્રે બધા બહારથી જમ્યા પછી પાછા આવ્યા. પરંતુ તેમ છતાં અજિતે પોતાનો વિચાર બદલ્યો ન હતો.
ત્યારબાદ ભાઈ-ભાભીને એસી રુમમાંથી બહાર કાઢવા માટે રાતે 12 વાગ્યે ઘરની લાઈટો બંધ કરી નાખી અને ભાઈ-ભાભી બહાર આવતાં પહેલા તેમણે ગોળીઓથી વીંધી નાખ્યાં ત્યાર બાદ માતા આવી જતાં તેને હથોડીથી મારી અને પછી બાળકોને છત પરથી ફેંકીને માર્યાં. આ સમગ્ર ઘટના પાછળ જમીન વિવાદ અને લોન ચૂકવવા માટે પૈસાની જરૂરિયાત મુખ્ય કારણ હતું. વાસ્તવમાં, ભાભી (મૃત પ્રિયંકા) જમીન વેચીનેમૃતકના પિતા દ્વારા ખેતી માટે લીધેલી24 લાખ રૂપિયાની લોન ચૂકવવા માંગતી હતી. જ્યારે, હત્યારો અજીત તેની સામે હતો. અજીત સિંહ ઈચ્છતો હતો કે ખેતીની કમાણીમાંથી લોનની ચુકવણી કરવામાં આવે અને તેને માટે જમીન ન વેચવી જોઈએ. તે મોટા ભાઈ અનુરાગ અને ભાભી પ્રિયંકા સાથે ચિડાઈ જતો હતો. તેને લાગતું હતું કે તેનો ભાઈ અને ભાભી તેને અન્યાય કરી રહ્યાં છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500