ભારતની ટોચની રાષ્ટ્રીયકૃત બેંક સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા,વડોદરા વિભાગ જરૂરિયાતમંદ દીકરીઓ ની શિક્ષણ ફી ની ચૂકવણીના અભિયાનમાં સહયોગી બનવાની સાથે ૧૧ દીકરીઓને શૈક્ષિણક સાધન સામગ્રી ઉપલબ્ધ કરાવી છે.
તેના ભાગરૂપે સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયા, વડોદરા એડમીન ઓફિસ દ્વારા તાજેતરમાં અમદાવાદ સર્કલ ના ચીફ જનરલ મેનેજર શમશેર સિંધ માન , શ્રીમતી માન , જનરલ મેનેજર નેટવર્ક 2 શ્રી પ્રણય રંજન દ્વિવેદી, ડિજીએમ વડોદરા મોડ્યુલ શ્રીમતી બિન્દુ જનારધનન, તથા એસબીઆઈ ઓફિસર્સ એસોસિએશન અમદાવાદ સર્કલ ના પ્રમુખ નિલેશ રાડિયાની ઉપસ્થિતિમાં વડોદરા સ્થિત "હૂંફ ચેરીટેબલ ટ્રસ્ટ" ના ટ્રસ્ટી ગુલાબસિંહ રાજપૂત તથા તેમની દીકરી સુશ્રી નિશિતા રાજપૂતને જરૂરતમંદ દીકરીઓ ની સ્કૂલ ફી ભરવાની પ્રવૃત્તિ માં સહભાગી થવા રૂ.25000 નો એક ચેક સુપ્રત
કરવામાં આવ્યો હતો.તેમની સાથે આવેલી 11 દીકરીઓ ને સ્કૂલ બેગ તથા વૉટર બેગ આપી ને સન્માનિત કરવામાં આવી હતી. હુંફ સંસ્થા સમાજ અને સંસ્થાઓના સહયોગ થી લગાતાર છેલ્લા ઘણાં વર્ષોથી જરૂરિયાતમંદ પરિવારોની દીકરીઓ ભણી શકે તે માટે ફી ચુકવણી અભિયાન ચલાવે છે. શ્રી સમશેરસિંઘ માન તથા તેમના પત્ની એ સંસ્થા ની આ પ્રવૃત્તિ ને પણ બિરદાવી હતી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500