મતગણતરી વિધાનસભાની ચૂંટણીને લઈને શરુ થઈ ગઈ છે ત્યારે શરુઆતમાં બીજેપીનો વોટ શેર સૌથી વધુ ટકાવારી પ્રમાણે જોવા મળી રહ્યો છે. જેમાં ચોંકાવનારી વાત એ છે કે,કોંગ્રેસનો વોટ શેર એ વહેંચાયેલો જોવા મળી રહ્યો છે. કોંગ્રેસનો વોટ શેર બે ભાગમાં વહેંચાયેલો છે, AAPને 13.4%, કોંગ્રેસ 27.5% અને BJP 54% ટકા વોટ શેર શરુઆતમાં મળી રહ્યા છે.
અમદાવાદના તમામ કેન્દ્રો પર મતગણતરી શરૂ થઈ ગઈ છે. મતગણતરી શરૂ થઈ ગઈ છે. તમામ ઉમેદવારો મતગણતરી કેન્દ્ર પર પહોંચીને જીતના દાવા કરી રહ્યા છે. ઉમેદવારોની સાથે તેમના સમર્થકો પણ મોટી સંખ્યામાં કેન્દ્રની બહાર એકઠા થયા છે. મતગણતરી કેન્દ્રની બહાર અને બહારના રસ્તા પર પોલીસનો ચુસ્ત બંદોબસ્ત રાખવામાં આવ્યો છે. મતગણતરી કેન્દ્ર તરફ જવાનો રસ્તો પણ બંધ કરી દેવામાં આવ્યો છે.
ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં પોલના આધારે ભાજપને સત્તા મળી રહી છે ત્યારે સૌ કોઈની નજર આંકડાઓના ગણિત પર છે. 1 ડિસેમ્બરે સૌરાષ્ટ્ર-કચ્છ અને દક્ષિણ ગુજરાતની 89 બેઠકો પર અને 5 ડિસેમ્બરે ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતની 93 બેઠકો પર મતદાન થયું હતું. જેમાં પ્રથમ તબક્કે 63.31 અને બીજા તબક્કામાં 65.30 ટકા મતદાન થયું હતું. સરેરાશ મતદાનની ટકાવારી 64.30 ટકા છે. જે ગત ચૂંટણી કરતાં 4 ટકા ઓછું છે.
182 બેઠકો માટે 37 મતગણતરી કેન્દ્રો પર સવારે 8 વાગ્યાથી મતગણતરી શરૂ થઈ ગઈ છે. આ ચૂંટણીના પરિણામમાં મુખ્યમંત્રી સહિત 20 મંત્રીઓ કુલ 1621 ઉમેદવારોનું રાજકીય ભવિષ્ય નક્કી થશે. અત્યારે ટ્રેન્ડ પ્રમાણે તમામ ઝોનથી બીજેપી આગળ ચાલી રહી છે.ચૂંટણીના પરીણામોનું ચિત્ર ધીમે ધીમે સ્પષ્ટ થતું જોવા મળશે ત્યારે ખાસ કરીને વોટ શેરમાં એક્ઝિટ પોલ પ્રમાણે 15થી 20 ટકા વોટ શેર આપ પાર્ટીને મળશે જો કે, અત્યારે 13 ટકા આસપાસ જોવા મળી રહ્યા છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500