વાલોડના દેલવાડા ગામના એરિયામાં પાંચ જેટલા લોકો પૈકી ત્રણ યુવતીઓ અને બે લબર મુછીયા ઈસમો ગામમાં સર્વે કરી રહ્યા હતા, જેમાં ગામની સમસ્યાઓ,અને રાજકીય ગતિવિધિઓ જાણવા વિગતવાર માહિતી લેવામાં આવતી હતી, આ સમય દરમિયાન લોકોએ સર્વે કરનારાઓ અજાણ્યા જોઈ વિવિધ શંકાઓને આધારે ગામમાં એક બીજાને પૂછપરછ કરી શંકા અંગે વાતો વધી રહી હતી અને લોક ટોળા ગામમાં ઉમટ્યા હતા.
જોકે લોકોની જાગૃતતાના કારણે અને સજાગતા રાખી ગામના ઉપસરપંચ અતુલભાઇ પટેલને જાણ કરતા વાલોડ પોલીસને જાણ કરી હતી. આ અંગેની જાણ વાલોડ પોલીસને કરતા પીસીઆર વાન દેલવાડા ખાતે આવી પહોંચી હતી, લોકોની શંકાના આધારે લોકો ટોળામા ઘર્ષણ ઊભું થાય તે પહેલાં જ સર્વેમાં આવનાર યુવાનો પૈકી એક યુવકે 100 નંબર ઉપર ડાયલ કરી પોતે પોલીસને જાણ કરી મદદ માગી હતી, જેથી વાલોડ પોલીસ આ ઇસમોને વાલોડ પોલીસ સ્ટેશન લાવ્યા હતા, પોલીસ સ્ટેશનમાં યુવાનોને પૂછપરછ કરતા અને તેમના આધાર પુરાવાઓ તપાસ્યા હતા, સર્વેમાં નિમણુંક કરનાર એજન્સીમાં પણ ટેલીફોનિક પૂછપરછ કરી હતી, જે એજન્સી સાથે યોગ્ય પૂર્તતાના આધારે યુવાનોને છોડી દેવામાં આવ્યા હતા.
એક તરફ ગામના લોકો અને ઉપસરપંચની સજાગતાના કારણે પોલીસને જાણ કરી જ્યારે બીજી તરફ આવેલ સર્વેની ટીમના યુવાનને શંકાના આધારે ઘર્ષણ વધે તે પહેલાં પોલીસની મદદ લેવા 100 નંબર પર ડાયલ કરવામાં આવ્યો અને મદદ લેવા માટે બંને પક્ષો તરફથી પોલીસને જાણ કરતા પી.સી.આર. વાન મદદે આવી અજાણ્યા ઈસમોને પોલીસે તપાસ કરી સમગ્ર મામલો થાળે પડ્યો હતો.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500