ગણદેવી સિવિલ કોર્ટમાં નેશનલ અને સ્ટેટ લીગલ સર્વિસ ઓથોરિટી અને ડિસ્ટ્રિક્ટ લીગલ સર્વિસ ઓથોરિટી દ્વારા તારીખ 9નાં રોજ નેશનલ લોક અદાલતનું આયોજન થયું હતું. જેમાં પ્રિલીટીગેશન અને લીટીગેશનના કેસો મુકાયા હતા. જેમાં ગણદેવી વિવિધ પ્રકારના 1622 કેસનું સુખદ સમાધાન થતા પક્ષકારોએ હાશકારો અનુભવ્યો હતો. ગણદેવી સિવિલ કોર્ટમાં લોક અદાલત યોજાઈ હતી. ગણદેવી કોર્ટમાં સિવિલ અને ક્રિમિનલ મળી 1436 કેસોનો નિકાલ થયો હતો તેમજ પ્રિલિટીગેશનના 186 કેસનો સુખદ નિકાલ થયો હતો. જેમાં સમાધાનની રકમ તથા દંડની રકમ કુલ રૂપિયા 34.16 લાખ થઈ હતી. મુખ્ય સિનિયર સિવિલ જજ એમ.આર.ઠક્કર, એડી.સિનિયર સીવીલ જજ એ.ઝેડ.મહેતા, ધારાશાસ્ત્રીઓ, પક્ષકારો, બેંક મેનેજરો, તાલુકા કાનુની સેવા સમિતિના પેનલના વકીલ, કન્સિલિયેટર તરીકે સેવા આપી હતી. તાલૂકા કાનુની સેવા સમિતિના સેક્રેટરી તેમજ સિવિલ કોર્ટ, ગણદેવીનો સ્ટાફ તથા પોલીસ કર્મચારીઓ હાજર રહ્યાં હતા.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application