Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

ધરમપુરનાં કરંજવેરી ગામે દીપડાએ બકરીનું મારણ કરતા ગ્રામજનોમાં ભયનો માહોલ

  • July 18, 2024 

ધરમપુરનાં કરંજવેરી ગામે ઘરની બાજુમાં પજારીમાં બાંધેલી બકરીનું એક દીપડાએ મારણ કરતા ગ્રામજનોમાં ભયનો માહોલ છવાયો છે. વન વિભાગને જાણ થતાં પાંજરું ગોઠવવાની તજવીજ હાથ ધરી હતી. સુત્રો પાસેથી મળતી માહિતી મુજબ, કરંજવેરી ગામના હેટી ફળિયામાં રહેતા દીપકભાઈ શંકરભાઈ ભોયા ગત તારીખ તા.16/07/2024એ રાત્રે જમી-પરવારીને સૂઈ ગયા હતા. મોડી રાત્રી દરમિયાન ઘરને અડીને આવેલી પેજારીમાં બાંધેલી એક બકરીને દીપડાએ ફાડી ખાધા બાદ અન્ય બકરાને ઈજા પહોંચાડી હતી. ઘટનાની જાણ ગામનાં સરપંચ સહિતના આગેવાનો અને વન વિભાગના ફોરેસ્ટર સ્થળ પર પહોચ્યાં હતા.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application