હાલમાં આદેશમાં સૌથી વધુ ચર્ચિત વિષય હોય તો એ છે ગુજરાત અને હિમાચલ વિધાનસભા ચૂંટણી અને સંસદનું શિયાળુ સત્ર. સાથે જ હાલમાં અરુણાચલ પ્રદેશના તવાંગમાં ચીનની સેના સાથેની અથડામણ પણ અત્યારે સૌથી વધુ ચર્ચાનો વિષય બની ગયો છે. સાથે જ આજના જ દિવસે વર્ષ 2001માં ભારતના સંસદ ભવન પર આતંકી હુમલો કરવામાં આવ્યો હતો. જે પછી સ્થિતિ એવી ઉભી થઈ ગઈ હતી કે ભારત અને પાકિસ્તાન વચ્ચે ગમે ત્યારે યુદ્ધ છેડાઈ જાય. ત્યારે એવામાં આજે વાત કરીએ ગુજરાતના એક એવા મુખ્યમંત્રી વિશે જે જેનું ભારત-પાકિસ્તાન યુદ્ધના કારણે મૃત્યુ થયું હતું. તેઓ દેશના એકમાત્ર એવા મુખ્યમંત્રી છે જેમણે પાકિસ્તાન સાથેના યુદ્ધમાં જીવ ગુમાવ્યો હોય.
કોણ હતા એ મુખ્યમંત્રી
ગુજરાતમાં પંચાયતી રાજના ઘડવૈયા બળવંત રાય મહેતા રાજ્યના બીજા મુખ્યમંત્રી બન્યા હતા. વાત છે 1965માં પાકિસ્તાન સાથેના યુદ્ધની. તત્કાલિન મુખ્યમંત્રી બળવંત રાય મહેતાએ 19 સપ્ટેમ્બર 1965ના રોજ અમદાવાદમાં રેલી કરી હતી. તે સમયે તેઓ જિલ્લાના મીઠાપુર ખાતે રોકાયા હતા. અહીંથી તેઓ તેમના પત્ની સરોજબેન, ત્રણ મદદનીશો, ગુજરાત સમાચારના રિપોર્ટર સાથે હેલિકોપ્ટર દ્વારા કચ્છના અખાતના દક્ષિણમાં નાના એરપોર્ટ પર પહોંચવાના હતા.
પાકિસ્તાને કરી દીધો હેલિકોપ્ટર પર હુમલો
મુખ્યમંત્રી બળવંત રાયનું હેલિકોપ્ટર હવામાં ઉડ્યું, આ દરમિયાન પાકિસ્તાનને લાગ્યું કે ભારતનું કોઈ વિમાન પાકિસ્તાન પર હુમલો કરવા આવી રહ્યું છે. દરમિયાન, ફ્લાઈટ લેફ્ટનન્ટ બુખારી અને ફ્લાઈંગ ઓફિસર કૈસ હુસૈન કરાચીના મૌરીપુર એરબેઝથી અલગ-અલગ ફાઈટર એરક્રાફ્ટમાં સવાર થયા. આ દરમિયાન ફ્લાઈટ લેફ્ટનન્ટ બુખારીના પ્લેનમાં અચાનક ખામી સર્જાઈ, જેથી તેઓ પાછા ફર્યા.
હેલિકોપ્ટરને નિશાન બનાવ્યું
આ દરમિયાન,ફ્લાઈંગ ઓફિસર કૈસ હુસૈન,જે અન્ય એરક્રાફ્ટમાં સવાર હતા,તેણે મુખ્યમંત્રીના હેલિકોપ્ટરનો પીછો કરવાનું શરૂ કરી દીધું. જ્યારે તેમને ખબર પડી કે તે આર્મીનું નહીં પરંતુ સિવિલિયન એરક્રાફ્ટ છે તો કંટ્રોલ રૂમને તેની જાણ કરવામાં આવી. કંટ્રોલ રૂમે તેમને હેલિકોપ્ટર પર હુમલો કરવાનો આદેશ આપ્યો. હુસૈને હેલિકોપ્ટર પર હુમલો કરી દીધો,જેમાં હેલિકોપ્ટરમાં સવાર મુખ્યમંત્રી સહિત તમામ લોકોના મોત નિપજ્યા હતા. અહેવાલો અનુસાર,પાકિસ્તાની પાયલટ હુસૈન એ દિવસે ભારતીય વાયુ ક્ષેત્રમાં 20 હજાર ફુટની ઊંચાઈ પર ઘૂસી આવ્યો હતો.
ગુજરાત સરકારના મુખ્ય પાયલટ જહાંગીર એમ. એન્જિનિયર દ્વારા હેલિકોપ્ટર ઉડાડવામાં આવી રહ્યું હતું. તેઓ ભારતીય વાયુસેનામાં પાઈલટ અને કો-પાઈલટ તરીકે ફરજ બજાવી ચુક્યા હતા. જયારે 46 વર્ષ બાદ પાકિસ્તાની ફાઈટર એરક્રાફ્ટના પાઈલટ હુસૈને સીએમ મહેતાના હેલિકોપ્ટરના પાયલટની પુત્રીને પત્ર લખીને માફી માંગી. પાયલટની પુત્રીએ પણ પત્રનો જવાબ આપ્યો અને પિતાના હત્યારાને માફ કરી દીધો. જણાવી દઈએ કે બળવંત રાય મહેતા ગુજરાતના બીજા મુખ્યમંત્રી હતા. તેઓ જૂન 1963 થી સપ્ટેમ્બર 1965 સુધી ગુજરાતના મુખ્યમંત્રી હતા.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500