અમદાવાદમાં આવેલ ગુજરાત હાઈકોર્ટમાં આગ લાગવાની ઘટના સામે આવી છે. સુત્રો પાસેથી મળતી માહિતી મુજબ આ આગ એડવોકેટના રૂમમાં શોર્ટ સર્કિટથી લાગી હોવાનું જાણવા મળ્યુ છે. આગ લાગવાની ઘટના જાણ ફાયર વિભાગને થતા ફાયરની ત્રણ ગાડીઓ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. જયારે ગુજરાત હાઈકોર્ટના ગેટ નંબર-5ની અંદર આવેલા વકીલોના રૂમમાં ACમાં શોર્ટ થવાના કારણે આગ લાગી હતી. આ આગ લાગવાની જાણ ફાયર વિભાગને થતા ત્રણ ગાડીઓ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી અને પાણીનો મારો ચલાવીને આગ પર કાબૂ મેળવ્યો હતો. આગના કારણે ધૂમાડો ફેલાયો હતો અને ધૂમાડાના ગોટેગોટા જોવા મળ્યા હતા. હાલ આ આગથી કોઈ મોટી જાનહાની થઈ ન હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application