Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

નવી મુંબઇની એ.પી.એમ.સી માર્કેટમાં કાંદાની આવકમાં ઓચિંતો વધારો થવા માંડતા ભાવ વધુ ગગડયા

  • December 15, 2023 

નવી મુંબઇની એ.પી.એમ.સી માર્કેટમાં કાંદાની આવકમાં ઓચિંતો વધારો થવા માંડતા ભાવ વધુ ગગડયા છે. ટ્રકો ભરી ભરીને કાંદા ઠલવાતા હોવાથી જાણે નાના-નાના ડુંગળીના ડુંગરા ઉભા થવા માંડયા છે. ભાવમાં ઘટાડાને કારણે આમ આદમીને મોટી રાહત થઇ છે. એ.પી.એમ.સી.ની કાંદા-બટેટા બજારમાં છેલ્લાં થોડા દિવસથી ક્વોલીટી પ્રમાણે કાંદાનો ભાવ 25થી 45 રૂપિયે કિલો રહ્યો હતો. જોકે ગતરોજ આ ભાવ ગગડીને 23થી 36 રૂપિયા થઇ ગયા હતા.




જયારે બુધવારે માર્કેટમાં 1564 ટન કાંદાની આવક થઇ હતી. આ પહેલાં 11મી ડિસેમ્બરે 1150 ટન અને મંગળવારે 945 ટન કાંદાની આવક થઇ હતી. પરંતુ બુધવારે રેકોર્ડ બ્રેક દોઢ હજાર ટન કાંદા ઠલવાતા ભાવ નીચે બેસવા માંડયા હતા. આને કારણે કાંદા ઉત્પાદક ખેડૂતોમાં નારાજી વ્યાપી છે. સરકારે કાંદાની નિકાસ પર મૂકેલા પ્રતિબંધનો સામે મહારાષ્ટ્રમાં ખેડૂતો અને કાંદાના વેપારીઓમાં રોષ વ્યાપી ગયો છે. પ્રતિબંધ ઉઠાવવા માટે રાજકીય નેતાઓએ પણ સરકારને અપીલ કરી છે. જોકે હજી સુધી આ બાબતે કોઇ નિર્ણય નથી લેવાયો. નવી મુંબઇની કાંદા- બટેટા માર્કેટના સંચાલક અશોક વાળુંજે જણાવ્યું હતું કે, માર્કેટમાં કાંદાના નવા માલની આવક શરૂ થઇ ગઇ છે. જયારે આવક એકદમ વધવાને લીધે ભાવમાં ઘટાડો થયો હતો.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application