વસ્ત્રાપુરમાં આવેલ ગોયલ પાર્કમાં સોશિયલ મીડિયામાં ન્યૂસન્સ ફેલાવનાર કીર્તિ પટેલ સહિત ચાર શખ્સોએ એક ફલેટમાં ઘૂસીને તુ આ ઘરમાંથી બહાર નિકળ તેમ કહીને એક મહિલાને ફટાકારી હતી. આ અંગે મહિલાએ વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનમાં કીર્તિ પટેલ સહિત ચાર શખ્સો સામે ફરિયાદ નોંધાવતા પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.
મહત્વનું છે કે, કીર્તિ પટેલ સોશિયલ મીડિયામાં લાઇવ થઇને અવાર નવાર બીભત્સ શબ્દો બોલી તેમજ કોમેન્ટ કરીને ન્યૂસન્સ ફેલાવે છે પરંતુ પોલીસ તેની સામે કોઇપણ પ્રકારના પગલા લેતી નથી. વસ્ત્રાપુરમાં ગોયલ પાર્કમાં રમીલાબેન રેવાભાઇ મકવાણા તેમના પૂર્વ પતિ સાથે રહે છે. વર્ષ 2014માં રામનિવાસ બલ્લુરામ અગ્રવાલ સાથે રમીલાબેને લગ્ન કર્યા હતા પરંતુ બન્ને વચ્ચે અંદરોઅંદર ઝઘડાઓ થતા વર્ષ 2019માં છૂટાછેડા લીધા હતા.
રામનિવાસ એકલો રહેતો હોવાથી રમીલાબેન તેની સાથે રહેતા. ગત, 10 ઓક્ટોબર રમીલાબેન ઘરે હાજર હતા ત્યારે સવારના 10.30 વાગ્યાની આસપાસ રામનિવાસને મળવા માટે કીર્તિ પટેલ અને ગુડ્ડી પટેલ નામની બન્ને યુવતીઓ ઘરે આવી હતી. જે બન્ને યુવતીઓએ કોઇપણ કારણ વગર રમીલાબેને બીભત્સ શબ્દો બોલીને તુ આ ઘરમાંથી બહાર નિકળી જાવ નહીંતર જાનથી મારી નાંખીશ તેમ કહીને મારમાર્યો હતો. આટલુ જ નહીં, મુકેશ ચૌધરી અને વિરમ ભરવાડ પણ ત્યાં આવીને ચારેય ભેગા મળીને રમીલાબેનના વાળ પકડીને ઘરમાંથી બહાર કાઢીને ફરીથી મારમાર્યો હતો.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500