Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

પિતાની આત્મહત્યાનો બદલો લેવા પુત્ર વધુએ જ હત્યાનું કાવતરુ ઘડયું,પરિવારના 5ની ઝેર આપી હત્યા

  • October 20, 2023 

મહારાષ્ટ્રના ગઢચિરોલીમાં એક જ પરિવારનો પાંચ વ્યક્તિના મૃત્યુનો કેસ પોલીસે ઉકેલી લીધો છે. આ પાંચ જણનું કુદરતી મોત ન હોતુ પરંતુ તેમની હત્યા કરવામાં આવી હતી. પિતાની આત્મહત્યાનો બદલો લેવા પુત્ર વધુએ જ  હત્યાનું કાવતરુ ઘડયું હતું. ખોરાક અને પાણીમાં થોડું થોડું ઝેર આપીને કુટુંબીજનોની હત્યા કરીહતી. સાસુ, સસરા, પતિ , નણંદ ઉપરાંત માસીજીની પણ તેણે હત્યા કરી હતી. આ હત્યામાં તેને પ્રોપર્ટીનો વિવાદ ધરાવતી મામીજીએ પણ સાથ આપ્યો હોવાનું બહાર આવ્યું છે.


ગઢચિરોલીના આહેરી તાલુકાના મહાગાવ ખળે રહેતા શંકર કુંભારે અને તેના પરિવારના ચાર સભ્યો અચાનક બીમાર પડતા વીસ જ દિવસમાં મૃત્યુ પામ્યા હતા. જેના  લીધે શોકની લાગણી સાથે ભયનું વાતાવરણ સર્જાયું હતું.સૌ પ્રથમ ૨૦ સપ્ટેમ્બરના શંકર કુંભારે અને તેમની પત્ની વિજ્યાની તબીયત બગડતા હોસ્પિટલમાં દાખલ કરાયા હતા. જ્યાં ૨૬ સપ્ટેમ્બરે શંકરનું અને ૨૭ સપ્ટેમ્બરમા વિજ્યાનું મૃત્યુ થયું હતું.


આ આઘાતમાંથી બહાર આવતા જ અચાનક શંકરની ગડઅહેરીમાં રહેતી પુત્રી કોમલ દહાગાવકર અને પુત્ર રોશન કુબારે તેમજ સાળી આનંદા ઉર્ફે વર્ષા ઉરાડે બીમાર પડી ગયા હતા. તેમને જુદી જુદી હોસ્પિટલમાં રાખવામાં આવ્યા હતા.  જ્યાં ૮ ઓકટોબરના કોમલ, ૧૪ ઓકટોબરના આનંદા અને ૧૫ ઓકટોબરના રોશને જીવ ગુમાવ્યો હતો.નોકરી માટે દિલ્હીમાં રહેતો શંકરનો મોટો પુત્ર સાગર તેના માતા-પિતા હોસ્પિટલમાં દાખલ હોવાની માહિતી મળતા અહીં આવ્યો હતો. માતા, પિતાના મોત બાદ તે પાછી દિલ્હી ગયો હતો. જ્યાં તેની પણ તબીયત લથડી ગઇ હતી, દિલ્હીની હોસ્પિટલમાં તેને દાખલ કરાયો હતો.


બીજી તરફ શંકર અને તેની પત્ની વિજ્યાને હોસ્પિટલમાં લઇ જતી વખતે પાણી પીધા બાદ ડ્રાઇવર રાકેશની મડાવીની તબીયત પણ બગડી ગઇ હતી. તેને પણ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.  શંકરને મળવા આવેલો સાળીનો પુત્ર પણ બીમાર પડી ગયો હતો. આમ આ સંપૂર્ણ પ્રકરણ શંકાસ્પદ જણાતા પોલીસે તપાસ હાથ ધરી હતી.મૃતક અને બીમાર ત્રણ વ્યક્તિના હાથ પગમાં કળતર, કમર નીચેના ભાગ અને માથામાં તીવ્ર દુખાવો, હોઠ કાળા પડી ગયા હતા. આમ પ્રાથમિક તપાસમાં તેમને ઝેરની અસર લાગી હતી. પોલીસે ચાર ટીમ બનાવી તપાસ કર્યા બાદ મૃતક શંકરની પુત્રવધુ સંઘમિત્રા અને  સાળાની પત્ની રોઝા રામટેકની પૂછપરછ કરી હતી.


દરમ્યાન બંનેએ મળીને પાંચ જણની હત્યા કરી હોવાનું માલૂમ પડયું હતું. આરોપી સંઘમિત્રાએ તેના માતા-પિતાની ઇચ્છા વિરૃદ્ધ રોશન સાથે લગ્ન કર્યા હતા. તેના કારણે સંઘમિત્રાના પિતાએ આત્મહત્યા કરી લીધી હતી. આ બાબતે પતિ રોશન અને સાસરીયાઓ સંઘમિત્રા અને તેના પરિવારને મ્હેણા-ટોણા મારતા હતા. પિયરના  લોકોનું વારંવાર અપમાન કરતા હોવાથી સંઘમિત્રા ગુસ્સામાં હતી. બીજી તરફ આરોપી રોઝા રામટેકેનો મૃતક શંકર અને વિજયા સાથે જમીનનો વિવાદ ચાલતો હતો. આથી બંનેએ મળીને હત્યાનું કાવતરું ઘડયું હતું.


જ્યારે મોકો મળે ત્યારે ખોરાક-પાણીમાં ઝેર ભેળવતાં હતાં

સામૂહિક હત્યાકાંડ માટે આરોપી રોઝા ટાકેએ તેલંગણાથી ઝેરની ખરીદી કરી હતી. પછી જ્યારે પણ મોકો મળે તે સમયે બંનેએ પરિવારજનોના ખાવા-પીવામાં ઝેર બેળવી દીધું હતું.ડ્રાઇવર રાકેશે કારમાં જતી વખતે બોટલમાંથી પાણી પીધું હતું. આથી તેની તબીયત લથડી ગઇ હતી. આહેરી પોલીસ સ્ટેશનમાં આ કેસમાં કલમ ૩૦૨, ૩૦૭, ૩૨૮, ૧૨૦ (બ), ૩૪ હેઠળ કેસ દાખલ કરવામાં આવ્યો છે. આ ગુનામાં અન્ય આરોપીઓ સંડોવાયેલા હોવાથી શક્યતા છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application