Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

કોવિડ સેન્ટર સંબંધિત કથિત મનીલૉન્ડરિંગ કેસને મામલે ઈડીએ જુદાજુદા આઠ સ્થળે દરોડા પાડ્યા

  • July 06, 2023 

કોરોનાની સારવાર માટે બૃહદ્મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન (બીએમસી) દ્વારા સ્થાપવામાં આવેલા કોવિડ સેન્ટર સંબંધિત કથિત મનીલૉન્ડરિંગ કેસને મામલે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટરેટ (ઈડી)એ બુધવારે જુદા-જુદા આઠ સ્થળે દરોડા પાડ્યા હતા. આ કોવિડ સેન્ટર સાથે સંકળાયેલા કોન્ટ્રાક્ટરો અને સપ્લાયરોની ઑફિસ તેમજ નિવાસસ્થાને આ દરોડા પાડવામાં આવ્યા હતા.કોવિડ સેન્ટરનો કોન્ટ્રાક્ટ મેળવનાર વિલે પાર્લેસ્થિત એક રિયલ એસ્ટેટ ડેવલપરને ત્યાં પણ આ મામલે તપાસ કરવામાં આવી હતી.


અગાઉ ઈડીએ કેસને મામલે ઉદ્ધવ બાળાસાહેબ ઠાકરે (યુબીટી) શિવસેનાના નેતા સંજય રાઉતના નિકટના સાથીદાર સૂજિત પકતાર, આદિત્ય ઠાકરેની નિકટના મનાતા શિવસેનાના કાર્યકર્તા સૂરજ ચવ્હાણ અને આઈએએસ અધિકારી સંજીવ જયસ્વાલના વિવિધ ૧૫ સ્થળે દરોડા પાડ્યા હતા.બીએમસીના અધિકારીઓએ ભાયખલા વિસ્તારમાં આવેલા સેન્ટ્રલ પરચેઝ ડિપાર્ટમેન્ટનું પણ સર્વેક્ષણ કર્યું હતું. કોરોનાની મહામારી દરમિયાન બીએમસી દ્વારા લાઈફલાઈન મેનેજમેન્ટ સર્વિસિસ સહિત ફાળવવામાં આવેલા વિવિધ ટેન્ડરને લગતા કેસની તપાસ કરતી ઈડીએ બીએમસીના કમિશનરને પત્ર લખી ટેન્ડરની પ્રક્રિયા અંગેની માહિતી માગી હોવાનું અધિકારીઓએ કહ્યું હતું. કોવિડની સારવાર માટેના કેન્દ્રના કુલ ખર્ચ, ફાળવવામાં આવેલા ટેન્ડરની સંખ્યા અને પ્રત્યેક સપ્લાયરને કરવામાં આવેલા પેમેન્ટ સંબંધિત વિગતો ઈડીએ માગી હોવાનું તેમણે કહ્યું હતું. (ફાઈલ ફોટો)


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application