Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

મહિલાઓના યૌન શોષણના આરોપોના કેસમાં : બેંગલુરુની કોર્ટે જનતા દળ (સેક્યુલર)ના સસ્પેન્ડેડ સાંસદ પ્રજ્વલ રેવન્નાને 6 જૂન સુધી એસઆઈટીની કસ્ટડીમાં મોકલી દીધા

  • June 02, 2024 

જનતા દળ (સેક્યુલર)ના સસ્પેન્ડેડ સાંસદ પ્રજ્વલ રેવન્નાની જર્મનીથી બેંગલુરુ પહોંચ્યા બાદ તરત જ ધરપકડ કરવામાં આવી હતી . રેવન્ના સામે મહિલાઓના યૌન શોષણના આરોપો છે. તેની સામે અત્યાર સુધીમાં ત્રણ કેસ નોંધાયા છે. કર્ણાટકની હસન લોકસભા સીટના સાંસદ પ્રજ્વલ રેવન્ના લોકસભા ચૂંટણી માટે તેમના મતવિસ્તારમાં મતદાન થયાના એક દિવસ પછી 27 એપ્રિલે જર્મની ભાગી ગયા હતા. જ્યારે પ્રજ્વલ રેવન્ના ગુરુવારે મોડી રાત્રે બેંગલુરુ એરપોર્ટ પર ઉતર્યા, ત્યારે મહિલા આઇપીએસ અધિકારીઓની આગેવાની હેઠળ મહિલા પોલીસકર્મીઓની એક ટીમ તેની સામે જારી કરાયેલ ધરપકડ વોરંટનો અમલ કરવા માટે તેની રાહ જોઈ રહી હતી. એસઆઈટીએ રેવન્ના જર્મનીથી અહીં આવ્યા પછી તરત જ તેની ધરપકડ કરી અને તેની પૂછપરછ કરી. કર્ણાટકના ગૃહ પ્રધાન જી પરમેશ્વરાએ શુક્રવારે જણાવ્યું હતું કે મહિલાઓની ઉત્પીડનનો સામનો કરી રહેલા પ્રજ્વલ રેવન્નાની પ્રક્રિયા પૂર્ણ થયા બાદ ધરપકડ કરવામાં આવી હતી અને આગળની કાનૂની કાર્યવાહી ચાલુ રહેશે.



બેંગલુરુની એક કોર્ટે સસ્પેન્ડેડ સાંસદ પ્રજ્વલ રેવન્નાને 7 દિવસની કસ્ટડીમાં મોકલી દીધા છે. સ્પેશિયલ ઈન્વેસ્ટિગેશન ટીમ (એસઆઈટી) રેવન્ના સામેના યૌન શોષણના આરોપોની તપાસ કરી રહી છે. જજ કે.એન. શિવકુમારે આજે એસઆઈટી દ્વારા દાખલ કરાયેલી અરજી પર રેવન્નાને 6 જૂન સુધી એસઆઈટીની કસ્ટડીમાં મોકલવાનો આદેશ આપ્યો હતો. એસઆઈટી પ્રજ્વલની વિરૂદ્ધ યૌન ઉત્પીડનની તપાસ કરવા તેની પૂછપરછ કરશે. એસઆઈટીએ મેડિકલ તપાસ બાદ રેવન્નાને કોર્ટમાં રજૂ કર્યો હતો. કોર્ટે તેને 7 દિવસની પોલીસ કસ્ટડીમાં મોકલી આપ્યો હતો.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application
Recent News