સુરત જિલ્લાનાં કામરેજ ખાતે આવેલ બંધન બેંક જે આસપાસનાં ગામોની મહિલાઓને ગ્રૂપ લોન આપે છે એ બેંકના પી.આર.ઓ. (પબ્લિક રિલેક્શન ઓફિસર) ત્રણ દિવસ અગાઉ કિમથી કલેક્શન પતાવી કામરેજ બેંક પર આવી રહ્યા હતા. તે સમયે ધોળે દિવસે હાઇવે પર બે લૂંટારુંએ બેંક કર્મીને માથામાં બોર્ડથ પ્રદાર્થ મારી રૂપિયા 80 હજાર ભરેલું પાકીટ લઈ ફરાર થઈ જવાની ઘટના સામે આવી હતી.
મળતી માહિતી અનુસાર, મૂળ મહારાષ્ટ્રનાં ઔરંગાબાદ જિલ્લાનાં અને હાલ કામરેજનાં વાવ ગામે શ્રી હાઉસિંગ સોસાયટીના મકાન નંબર 275માં રહેતા શંકરભાઇ રઘુનાથ શીંધે જેઓ કામરેજ ખાતે આવેલ બંધન બેકમમાં પી.આર.ઓ.તરીકે ફરજ બજાવે છે.
જોકે તે કામરેજનાં આસપાસનાં ગામોની મહિલાને ગ્રૂપ લોન આપે છે શંકર શીંધે ગત બુધવારે બપોરમાં સમયે કિમ ખાતે લોનનો હપ્તા લેવા માટે ગયા હતા અને કુલ રૂપિયા 80 હજારનું કલેક્શન કરી પોતાની મોપેડ GJ/05/NR/4949 પર કિમથી કામરેજ આવી રહ્યા હતા. તે દરમિયાન બપોરનાં 2 વાગ્યાનાં અરસામાં નેશનલ હાઈવે નંબર-48 પર ધોરણ પારડી ગામ નજીક હાઇવે પર એકાએક પાછળથી કોઈએ લોખડનો સળિયો મારતા શંકર સિંધે રોડ પર પટકાયા હતા.
જોકે તે દરમિયાન મોટરસાઈકલ સવાર બે અજાણ્યા ઈસમો જે માંથી એકના હાથમાં લોખડનો પાઇપ હતો અને એક મોટરસાયકલ ચલાવી રહયો હતો આ બંને ઈસમોએ શંકરભાઈ પાસે રહેલું બેગ છીનવી ભાગી છૂટ્યા હતા અને બેગના 80 હજાર રોકડ એક મોબાઈલ તેમજ ફિંગર પ્રિન્ટ સ્કેનર લઈ કુલ રૂપિયા 87 હજારનું ભરેલું બેગ લૂંટાયા અંગેની શંકરભાઈએ કામરેજ પોલીસ મથકમાં ફરિયાદ કરી હતી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500