આણંદ તાલુકાનાં બેડવા ગામ નજીક અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ હાઈવે ઉપર એક ખાલી કાચની બોટલો ભરેલ ટ્રક પાછળ અન્ય ટ્રક ધડાકાભેર ઘુસી જતા સર્જાયેલ અકસ્માતમાં બંને ટ્રકોમાં આગ લાગવા સાથે બે વ્યક્તિઓ ઈજાગ્રસ્ત થઈ હતી. આણંદ તાલુકાના બેડવા ગામ નજીકથી પસાર થતા અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ વે ઉપર સવારના સુમારે કાચની ખાલી બોટલો ભરી પસાર થઈ રહેલ એક ટ્રકનું ટાયર એકાએક ફાટતા પાછળથી આવી રહેલ અન્ય એક ટ્રક કાચની ખાલી બોટલ ભરેલી ટ્રક પાછળ ધડાકાભેર ઘુસી જવા પામી હતી.
જેને લઈ ટ્રકનાં કેબિનનો કુરચો થઈ ગયો હતો અને ટ્રકમાં સવાર બે વ્યક્તિઓને ઈજાઓ પહોંચી હતી. અકસ્માતને પગલે ટ્રકની પાછળ ઘુસી ગયેલ ટ્રકના કેબિનમાં એકાએક આગ ભભુકી ઉઠતા વાહન વ્યહાર થોભી જવા પામ્યો હતો અને ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા. બનાવ અંગે 108 તેમજ આણંદ ગ્રામ્ય પોલીસ સહિત ફાયર બ્રિગેડને જાણ કરાતા ટીમો તુરંત જ ઘટના સ્થળે દોડી આવી હતી અને બંને ઈજાગ્રસ્તોને 108 એમ્બ્યુલન્સ વાન મારફતે સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડાયા હતા. જ્યારે ફાયર બ્રિગેડના લાશ્કરોએ પાણીનો મારો ચલાવી ટ્રકમાં લાગેલ આગ બુઝાવી નાખી હતી. બાદમાં પોલીસે અકસ્માતગ્રસ્ત વાહનોને માર્ગ પરથી દુર કરી માર્ગ ખુલ્લો કરી પુનઃ વાહનોની અવર-જવર ચાલુ કરાવી હતી. બનાવ અંગે આણંદ ગ્રામ્ય પોલીસે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application