Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

ટ્રક અને કાર વચ્ચેનાં અકસ્માતમાં કારને નુકશાન પહોંચ્યું, ટ્રક ચાલક ભરપાઈ ન કરી શકતા, ટામેટા ભરેલી ટ્રક લઇ ત્રણ ઈસમો ફરાર

  • July 12, 2023 

હાલમાં દેશમાં ટામેટાનો ભાવ ભડકે બળી રહ્યો છે, એવામાં કર્ણાટકનાં બેંગ્લુરુમાં ટામેટા ભરેલી એક ટ્રક લઇને ત્રણ ઈસમો ભાગી ગયા હોવાની ઘટનાએ ભારે ચર્ચા જગાવી છે. આરોપીઓ જે ટ્રક લઇને ભાગ્યા તેમાં અઢી ટન જેટલા ટામેટા હતા. દેશના અનેક વિસ્તારોમાં હાલ ટામેટાનાં એક કિલોનાં ભાવ 100 રૂપિયા તો કેટલાક વિસ્તારોમાં 200 રૂપિયાને પાર જતા રહ્યા છે. પોલીસે આ મામલે ફરિયાદ દાખલ કરીને આરોપીઓની સામે કાર્યવાહી શરૂ કરી છે અને ટ્રકની શોધખોળ પણ ચાલી રહી છે. પ્રાપ્ત જાણકારી અનુસાર ચિત્રદુર્ગ જિલ્લાના હિરિયૂરના રહેવાસી ખેડૂત મલ્લેશ શનિવારે ટ્રક ભરીને ટામેટા કોલાર લઇને જઇ રહ્યા હતા.



તે સમયે અચાનક ટ્રકની ટક્કર એક કાર સાથે થઇ હતી અને તે દરમિયાન કારનો કાંચ તુટી ગયો હતો. આ કારમાં જ ટ્રક લઇને ભાગી જનારા આરોપીઓ સવાર હતા. પોલીસનાં જણાવ્યા અનુસાર, આરોપીઓએ ખેડૂતો અને ટ્રક ચાલકો સાથે ઝઘડો કર્યો હતો. દરમિયાન આરોપીઓએ કારનો કાચ તુટવાને કારણે થયેલા નુકસાનનાં બદલામાં મોટી રકમની માંગણી કરી હતી. જોકે ખેડૂત અને ટ્રક ચાલક પાસે પૈસા નહોતા, બંને વચ્ચે વાતચીત ચાલી રહી હતી એવામાં આરોપીઓએ ટ્રકને પોતાના કબ્જામાં લઇ લીધી હતી અને લઇને ભાગી ગયા હતા. ટ્રકમાં અઢી ટન જેટલા ટામેટા હતા. જેની કિંમત હાલના ઉંચા ભાવને કારણે 2.7 લાખ રૂપિયા માનવામાં આવે છે. પોલીસે આ મામલે ખેડૂત અને ટ્રક માલિકની ફરિયાદ દાખલ કરીને આરોપીઓ સામે કાર્યવાહી હાથ ધરી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application
Recent News