Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

Investigation : રીક્ષા અને બાઈક વચ્ચેના અકસ્માતમાં મહિલાનું ઘટના સ્થળે મોત નિપજ્યું

  • August 12, 2024 

મોરબી વાંકાનેર હાઈવે પર બાઈકમાં દંપતી જતું હતું ત્યારે બાઈકને રીક્ષા ચાલકે ટક્કર મારતા જેમાં બાઈકમાં પાછળ બેસેલ પત્નીને માથામાં ગંભીર ઈજા પહોંચતા સારવાર દરમિયાન મોત થયું હતું. મુળ તાલુકાના વગડીયાના રહેવાસી રોહિતભાઈ બાબુભાઈ ઓગણીયાએ બાઇક પર પોતાની પત્ની સાથે મોરબી વાંકાનેર હાઈવે પર પંજાબ બેંક સામેથી જતા હતા ત્યારે સીએનજી ઓટો રીક્ષાના ચાલકે કાવો મારી બાઈકને અડફેટે લીધું હતું. અકસ્માતમાં પાછળ બેસેલ પત્ની કાજલબેનના પગ રીક્ષા સાથે ભટકતા બાઈક પરથી પડી ગયા હતા અને માથામાં ગંભીર ઈજા પહોંચી હતી. રીક્ષા ચાલક પોતાનું વાહન લઈને નાસી ગયો હતો. ગંભીર ઈજાગ્રસ્ત કાજલબેનને હોસ્પિટલ ખસેડાયા હતા. જ્યાં સારવાર દરમિયાન મોત થયું હતું. સીટી બી ડિવિઝન પોલીસે રિક્ષા ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application