Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

વલસાડનાં લીલાપોર કોસ્ટલ હાઇવે ઉપર JCB અને મોપેડ વચ્ચેનાં અકસ્માતમાં મોપેડ ચાલકનું ઘટના સ્થળે મોત, JCBનો ચાલક વાહન મૂકી ફરાર

  • January 17, 2023 

વલસાડનાં ગ્રીનપાર્ક ખાતે રહેતા અને બીલીમોરા ધોલાઈ બંદર ખાતે રૂ પીંજવાનો વ્યવસાય સાથે સંકળાયેલા વેપારી રાત્રે ધોલાઈ બંદર ખાતે આવેલી ગાદલા બનાવવાની દુકાને ઘરે પોતાની મોપેડ ઉપર પરત ફરી રહ્યા હતા. તે સમયે લીલાપોર કોસ્ટલ હાઇવે ઉપર મોપેડ અને JCB અકસ્માત સર્જાયો હતો. જોકે અકસ્માતમાં મોપેડ ચાલકને થયેલી ગંભીર ઇજાઓને લઈને મોપેડ ચાલકનું ઘટના સ્થળે મોત નીપજ્યું હતું, જ્યારે JCB ચાલક JCB રસ્તા ઉપર મૂકી ફરાર થઇ ગયો હતો.



મળતી માહિતી અનુસાર, વલસાડનાં ભાગડાવાળા ગામે કરીમનગર સોસાયટીના મેહતાબ એપાર્ટમેન્ટમાં રહેતા અને બીલીમોરા ખાતે દુકાન ચલાવતા 40 વર્ષીય ઈદ્રીશભાઈ અલ્લારખુભા મુલતાની ગતરોજ રાત્રે બીલીમોરા ધોલાઈ બંદર ખાતે ગાદલાની દુકાન બંધ કરી પરત પોતાના મોપેડ નંબર GJ/15/JJ/3177 ઉપર આવી રહ્યા હતા.



તે દરમિયાન વલસાડનાં લીલાપોર ગામ નજીક કોસ્ટલ હાઇવે ઉપર સામેથી પુરઝડપે અને ગફલતફરી રીતે JCBનો ચાલક પોતાનું JCB લઈને આવી રહ્યો હતો અને ઈદ્રીશભાઈની મોપેડને અડફેટે લઈને અકસ્માત સર્જ્યો હતો. જયારે હાઇવે ઉપર JCB નંબર GJ/15/BB/9097નાં ચાલકે પુરઝડપે અને ગફલતભરી રીતે હંકારી ઈદ્રીશભાઈ મુલતાનીની મોપેડને અડફેટે લીધી હતી. જેમાં ઈદ્રીશભાઈને માથાનાં  ભાગે ગંભીર ઇજા પહોંચતા ઈદ્રીશભાઈ મુલતાનીનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું.



જયારે આ અકસ્માત સર્જી JCBનો ચાલક અકસ્માત સર્જી ઘટના સ્થળેથી ભાગી છૂટ્યો હતો. જયારે સ્થાનિક લોકોએ બનાવ અંગે વલસાડ રૂરલ પોલીસની ટીમ અને 108ની ટીમને ઘટનાની જાણ કરી હતી અને જાણ થતાં વલસાડ રૂરલ પોલીસની ટીમે ઘટના સ્થળે આવી ઇદ્રિશભાઈનું ઘટના સ્થળે મોત નીપજ્યું હતું. વલસાડ રૂરલ પોલીસે લાશનો કબ્જો લઈ PM કરાવવાની તજવીજ હાથ ધરી હતી.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application