ગુજરાત વિધાનસભાની ચૂંટણીને કારણે અમદાવાદના સરદાર ઈન્ટરનેશનલ નવેમ્બરથી 10 ડિસેમ્બર એક જ મહિના વીવીઆઈપીઓના ચાર્ટર્ડ પ્લેન્સની અવરજવરે છેલ્લાં પાંચ વર્ષનો રેકોર્ડ તોડ્યો છે. એર ટ્રાફિક કન્ટ્રોલરના લોગ બુક મુજબ 1164 ચાર્ટર્ડ વિમાનોની આવનજાવન નોંધાઈછે. આમ સરેરાશ એરપોર્ટ પર પ્રતિદિન 39 જેટલાં ચાર્ટર્ડ વિમાન આવ્યાં છે.
છેલ્લા એક મહિનામાં ચાર્ટર્ડ વિમાનમાં પાંચ હજાર જેટલા વીવીઆઈપી સહિત બિઝનેસમેને મુસાફરી કરી છે. આ વખતની વિધાનસભા ચૂંટણીમાં વિવિધ રાજકીય પક્ષોએ એડવાન્સમાં ચાર્ટર્ડ બુક કરી દીધાં હતાં. એરપોર્ટ પર એક તૂટ્યો. જ દિવસમાં 58 જેટલા ચાર્ટર્ડ વિમાનોએ આવનજાવનનો પણ રેકોર્ડ સર્જ્યો છે.
આ વખતે દિવાળી, વિધાનસભા ચૂંટણી, એનઆરઆઈ સિઝન અને પ્રમુખ સ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવ ઉપરાંત નવી ફ્લાઇટ્સ શરૂ થતાં એરપોર્ટ પર પ્રતિદિન મુસાફરોની આવનજાવન ડબલ થઈ 32 હજારને પાર કરી ગઈ છે. અગાઉનો પેસેન્જર ફૂટફોલ પ્રતિદિન 18થી 20 હજાર સુધીનો હતો.
એરપોર્ટ પર અલગથી બનાવેલા જનરલ એવિએશન ટર્મિનલ પર બિઝનેસ જેટ અને ચાર્ટર્ડ એરક્રાફ્ટનું સંચાલન થાય છે. ખાસ કરીને તે મુસાફરોને જનરલ પેસેન્જર ટર્મિનલથી કોમર્શિયલ ફ્લાઇટ્સ સાથેના ટેક્સિંગ સ્લોટથી અલગ કરે છે, જેને કારણે વીઆઈપી સહિતના મહાનુભાવોને ટર્મિનલની બહાર નીકળવા સહિત અન્ય ક્લીયરન્સમાં સમયનો બચાવ થાય છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500