ડોલવણ તાલુકાના વાંકલા ગામે નીચલું ફળિયામાં રહેતો અને ખેતી કામ કરતો મનોજ વિજયભાઈ ચૌધરી ગત તારીખ 5 સપ્ટેમ્બરના રોજ સાંજે ગામના ઇન્ડિયન પેટ્રોલ પંપ ઉપર બાઈક પાર્ક કરીને બેઠો હતો તે દરમિયાન નદી ફળિયામાં રહેતો દર્શન રોહિતભાઈ ચૌધરી તેનો ભાઈ ધર્મિન, હર્ષકુમાર મહેશભાઈ ચૌધરી તથા મોહિત વિનોદભાઈ ચૌધરી મળી ચાર મિત્રો આવ્યા હતા અને બધા એકબીજાથી સાથે વાતચીત કરતા હતા. તે દરમિયાન મનોજ ચૌધરીએ મોહિતને કહ્યું હતું કે, બે વર્ષથી આપણા ગામમાં ગણપતિ સ્થાપના કરતા નથી જે રોહિતભાઈ તથા અનિલભાઈના ભેદભાવના કારણે થાય છે તેમજ દર વર્ષે શિરડી સાંઈ બાબાના મંદિરે દર્શન કરવા જતા હોય તે માટે ફાળો કરીને લીધેલા ગાદલા પણ તમારી પાસે જ મૂકી રાખો છો આ વાત સાંભળી સામે બેઠેલો રોહિતભાઈનો છોકરો દર્શન મનોજ પાસે આવ્યો હતો અને કહેવા લાગ્યો કે, તમે મારા પિતાજી વિશે આવું કેમ બોલો છો અને તમને ગાદલા જોઈતા હોય તો લેતા જાવ કહી બોલાચાલી ચાલુ થઈ હતી.
જેથી દર્શને ફોન કરી તેના કાકા આશિષ માનસિંગભાઈ ચૌધરીને બોલાવ્યા હતા. જેથી આશિષ ચૌધરીએ ગાળો આપી ઢીકમુક્કીનો માર મારવા લાગ્યો હતો અને કમરના ભાગે લાત મારી હતી જેથી મનોજે ગુમાબૂમ કરતા ચાર રસ્તા પર બેઠેલો નાનો ભાઈ નીરવ આવ્યો હતો તેની સાથે પણ બીજા મિત્રોએ હાથાપાઈ કરી ઢીકમુક્કીનો માર માર્યો હતો. જોકે મનોજ ના પિતા અને બીજો ભાઈ વત્સલ આવી જતા મામલોને શાંત પાડ્યો હતો. જોકે જતી વખતે આશિષ ચૌધરી મારવાની ધમકી આપતો ગયો હતો જે ઘટના અંગે બંને પક્ષો દ્વારા સામસામે પોલીસ ફરિયાદ આપવામાં આવી હતી જેમાં પોલીસે મનોજ વિજય ગામીત તેનો ભાઈ નિરવ તથા સામે દર્શન ચૌધરી તેનો ભાઈ ધર્મીન તથા કાકા આશિષ ચૌધરી અને બે મિત્રો મોહિત ચૌધરી અને હર્ષ ચૌધરી મળી કુલ સાત સામે કાર્યવાહી કરી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application