વ્યારાના પાનવાડીમાં આવેલ જિલ્લા સેવા સદનની સામે રોડ ઉપર ટ્રક અડફેટે બાઈક સવાર ૨ લોકોને શરીરે ગંભીર ઈજાઓ પહોંચી હોવાની ફરિયાદ વ્યારા પોલીસ મથકે નોંધાવા પામી છે.
મળતી માહિતી મુજબ વ્યારાના પાનવાડીમાં આવેલ જિલ્લા સેવા સદનની સામેથી પસાર થતો માર્ગ ઉપર તા.૦૮/૦૪/૨૦૨૩ નારોજ પુરઝડપે દોડતા ટ્રક નંબર જીજે/૦૫/વિ/૯૩૭૭ના ચાલકે પોતાની કબજાની ટ્રક ગફલતભરી હંકારી લઇ આવી બાઈક નંબર જીજે/૨૬/એચ/૯૮૭૧ને પાછળથી ટક્કર મારતા શૈલેશભાઇ રમણભાઇ જાદવને ડાબા પગે નળાના ભાગે ગંભીર ઈજા પહોંચી હતી જયારે કરણભાઇ મગનભાઇ જાદવને ઓછી વધતી ઇજા પહોંચી હતી, અકસ્માત થતા જ ટ્રક સ્થળ ઉપર મુકી ટ્રક ચાલક નાશી છુટ્યો હતો.
બનાવ અંગે વ્યારા પોલીસે ફરિયાદના આધારે ટ્રક ચાલક સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application