પારિવારીક ઝગડાનું સુખદ સમાધાન કરાવતા અભયમ 181મહીલા હેલ્પ લાઇન ટીમ તાપી,પરિવારિક ઝગડાથી તંગ આવી ગયેલા પરણિતા પોતાનાં બાળકોને સોંપી પિયર આવી ગયા હતાં જેઓ ને અભયમ ટીમ તાપી દ્વારા અસરકારક કાઉન્સિલગ કરતા તેઓ સાસરીમાં જવા તૈયાર થયેલા આમ અભયમ ટીમ દ્વારા સમજાવટથી તૂટતું દાંપત્ય જીવન બચી ગયું હતું.
મળતી માહિતી મુજબ વ્યારા પાસેના એક ગામની પરણિતા ઘણા દિવસોથી પિયરમા રિસાઈને જતા રહ્યા હતા જેઓ ને બે નાના બાળકો પણ છે જેઓ હવે સાસરીમા આવવા માટે ના પાડે છે. અભયમ ટીમ સ્થળ પર પહોંચી ત્યારે પરણિતાએ જણાવેલ કે,તેમની સાસુ તેમને ડાકણ કહે છે અને અવારનવાર મ્હેણાં મારે છે અને નાની મોટી બાબતમા તેમની જોડે ઝઘડો કરે છે. તેમના પતિ પણ તેમના પક્ષમા બોલતા નથી લાંબા સમયથી તેઓ સાસરી મા બઘા નુ સાંભળી ને રહેતા હતા અને આ હેરાનગતિ ને કારણે હવે સાસરીમા જવું નથી તેમ જણાવતાં હતાં.
અભયમ ટીમ દ્વારા બને પક્ષનું અસરકારક કાઉન્સિલગ કરી આવી નાની બાબતો ને લઇ ઝગડો ના કરવા અને બાળકો ના ભવિષ્ય ને ઘ્યાન રાખવા સમજાવેલ સાસરી પક્ષ ને પણ તાકીદ કરવામાં આવેલ કે આવી હેરાનગતિ જે ઘરેલું હિંસા અધિનિયમ હેઠળ ગુનો બને છે દરેક ને પોતાની ભૂલ સમજાઈ હતી સર્વ સંમતીથી સમાધાન કરવામા આવ્યુ હતું અને પરણિતા બાળકો સહીત સાસરીમાં રહેશે અને શાંતિથી જીવન જીવીશું જેની ખાતરી આપતા અભયમ ના પ્રયાસથી એક તૂટતું લગ્ન જીવન તૂટતાં બચવા પામ્યું હતું.
...
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500