Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

વાપીમાં સવારથી વરસાદ પડતા રસ્તાઓ પર પાણી ફરી વળ્યું : કાળઝાળ ગરમીમાં લોકોને રાહત મળી જયારે ખેડૂતો ચિંતામાં

  • June 03, 2023 

વલસાડ જિલ્લામાં આજે સવારથી જ વરસાદી માહોલ જામ્યો છે. જેમાં વાપી તાલુકામાં સવારથી કમોસમી વરસાદ પડ્યો હતો. જેને લઈને રસ્તાઓ પર પાણી ફરી વળ્યું હતું. લોકોને કાળઝાળ ગરમીમાંથી જરૂર રાહત મળી છે, પરંતુ આંબાવાડી ઉપર નભતા ખેડૂતોનાં કેરીનાં તૈયાર પાકમાં નુકસાનની ભીતિને લઈ ખેડૂતોમાં ભારે ચિંતા જોવા મળી રહી છે. વલસાડ જિલ્લામાં આજે વહેલી સવારથી વાતાવરણમાં પલટો થયો હતો. રાજ્ય હવામાન વિભાગના જણાવ્યાં અનુસાર અલગ-અલગ 3 સિસ્ટમ સક્રિય થતા વલસાડ જિલ્લા સહિત રાજ્યમાં કેટલાક વિસ્તારોમાં વરસાદ પડવાની આગાહી કરી હતી.


જેને લઈને વલસાડ જિલ્લાના વાપી તાલુકામાં પણ વરસાદ વરસ્યો છે. જિલ્લાનાં તિથલ બીચ સહિત 70 કિલોમીટરનાં દરિયા કિનારે આવેલા ગામોમાં ભારે પવન ફૂંકાયો હતો. વાપી શહેરમાં કેટલાક વિસ્તારોમાં વરસાદ પડ્યો હતો. વલસાડ જિલ્લામાં અચાનક વરસાદ પડતાં રાહદારીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. વાપી શહેર અને તાલુકામાં કેટલાક વિસ્તારોમાં છુટોછવાયો વરસાદ પડ્યો હતો. કમોસમી વરસાદને પગલે આંબાનાં પાક ઉપર નભતા ખેડૂતોને કેરીના તૈયાર પાકને લઈને ચિંતા વધી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application