ગુજરાતનાં આદિવાસી વિસ્તારમાં શિક્ષણનું સ્તર નીચું હોવાના મુદ્દો હાલ ભારે ચર્ચામાં ચાલી રહ્યો છે ત્યારે વલસાડનાં કપરાડાની અનેક સ્કૂલોમાં ત્રણ વર્ષથી ઓરડા બન્યા નથી. જેના કારણે સાત પ્રાથમિક શાળામાં બાળકોને પંચાયત કચેરીના હોલ, આંગણ વાડી કે પછી પાળી પધ્ધતિથી શિક્ષણ આપવામાં આવી રહ્યું છે. કપરાડાનાં પીપરોળીની સ્કૂલમાં પાણી પડતું હોવાથી સ્કૂલ આગળ પતરા નાખી બાળકોનું શૈક્ષણિક કાર્ય ચલાવામાં આવી રહ્યું છે. જયારે ગુજરાતનાં કપરાડામાં વધુ વરસાદ પડતો હોય છે. ચાલુ વરસાદે પતરા નીચે બેસી આદિવાસી વિસ્તારના બાળકો શિક્ષણ મેળવવા મજબુર બની રહ્યાં છે. કન્યા કેળવણી અને શાળા પ્રવેશોત્સવનાં દિવસે આ મુદ્દે કલેકટરને રજૂઆત કરી હતી.
પરંતુ હજુ સુધી કોઇ જવાબ મળ્યો નથી. શાળા ખરાબ હોવાથી શિક્ષકો અહીં બદલી માગી રહ્યાં છે. જર્જરિત શાળાઓના પ્રશ્ન તાત્કાલિક ઉકેલવામાં આવે તે જરૂરી છે. જેથી બાળકો સુરક્ષિત રીતે વર્ગમાં ભણી શકે. કપરાડા પીપરોળી શાળા એટલી હદે જર્જરિત બની છે કે, ચોમાસામાં અહીં પાણી ટપકે છે આ સાથે પોપડા પડી રહ્યાં છે. જેના કારણે વિદ્યાર્થીઓમાં પણ ડરનો માહોલ જોવા મળે છે. સ્થાનિકોએ આ મુદ્દે રજૂઆતો પણ કરી છે આમ છતાં હજુ સુધી જર્જરિત પ્રાથમિક શાળાઓની સ્થિતિમાં સુધારો આવ્યો નથી. આદિવાસી વિસ્તારની પ્રાથમિક શાળાઓમાં સુવિધા વધારવામાં આવે તેવી માંગ વાલીઓ કરી રહ્યાં છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application