ગુજરાતમાં વરસાદ માટે કપરાડાને ચેરાપુંજી માનવામાં આવે છે, પરંતુ આ વર્ષે સ્થિતિ અલગ જોવા મળી રહી છે. વલસાડ જિલ્લામાં પડેલા સિઝનના કુલ વરસાદમાં આ વખતે ઉમરગામ તાલુકો પ્રથમક્રમે છે. જયારે સૌથી ઓછો વરસાદ પારડી તાલુકામાં વરસ્યો છે. જોકે, સતત ત્રણ દિવસ સુધી વરસાદ પડયા બાદ ગતરોજ માત્ર વરસાદી ઝાંપટા પડયા હતાં તો પણ હજુ પણ વરસાદની ઘટ જોવા મળી રહી છે. વલસાડ જિલ્લામાં સરેરાશ 100 ઇંચ વરસાદ પડે છે. આ વર્ષે વરસાદના બેથી ત્રણ રાઉન્ડ પૂર્ણ થયા છે છતાં વરસાદની ઘટ છે. પાછલા વર્ષોની તુલનાએ આ વર્ષે ઓછો વરસાદ પડયો છે.
અત્યાર સુધીના વલસાડ જિલ્લાના સિઝનના વરસાદના આંકડા મુજબ 6 તાલુકા પૈકી સૌથી વધુ વરસાદ ઉમરગામ તાલુકામાં 78.88 ઇંચ પડયો છે. થોડા દિવસો પહેલા સતત ત્રણ દિવસ સુધી વરસાદ ચાલુ રહેતા સિઝનના વરસાદમાં સૌથી વધુ નોંધાયો છે. જયારે સૌથી ઓછો વરસાદ પારડી તાલુકામાં પડ્યો છે. જોકે ખેડૂતોના મતે હજુ પણ વરસાદની જરૂરિયાત છે. બીજી તરફ હવામાન વિભાગ દ્વારા પણ આગામી દિવસોમાં વરસાદ પડશે એવી આગાહી કરવામાં આવી છે અને દર વર્ષે વાપીમાં સપ્ટેમ્બર સુધીમાં સરેરાશ 90 ઇંચ વરસાદ નોંધાતો હોય છે, પરંતુ આ વર્ષે કુલ વરસાદ 72.20 ઇંચ નોધાયો છે. જયારે દમણ-સેલવાસમાં આ વર્ષે ઓેછો વરસાદ છે.
તાલુકો કેટલા ઈંચ વરસાદ નોંધાયો
ઉમરગામ 78.88
કપરાડા 73.88
ધરમપુર 60.48
પારડી 57.16
વલસાડ 58.76
વાપી 72.20
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500