Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

વલસાડમાં સરકારી નોકરી આપવાની લાલચ આપી રૂપિયા 28 લાખની છેતરપીંડી કરનાર બે સામે ગુનો દાખલ

  • September 30, 2023 

વલસાડના ધમડાચી ખાતે રહેતો યુવક સ્પર્ધાત્મક પરીક્ષા માટે તૈયારી કરી રહ્યો હતો. તેની ઓળખ વલસાડના અબ્રામાના યુવક અને યુવતી સાથે થઈ હતી. ગૌણ પસંદગી મંડળ દ્વારા લેવાનારી લોકરક્ષક, PSI, જુનિયર ક્લાર્ક તેમજ તલાટીની ભરતી દરમિયાન સરકારી નોકરી અપાવવાની લોભામણી લાલચ આપીને જનસેવા કેન્દ્ર પાસે રૂપિયા 28 લાખ લઈને છેતરપિંડી આચરી હતી. ઘટના અંગે છેતરપિંડીનો ભોગ બનનાર યુવકે વલસાડ સીટી પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. બનાવની વિગત એવી છે કે, ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા પોલીસ ભરતી બોર્ડ તથા ગુજરાત પંચાયત સેવા બોર્ડ દ્વારા લેવાનારી સ્પર્ધાત્મક પરીક્ષા માટે વલસાડના ધમડાચી ખાતે રહેતો 28 વર્ષીય યુવક જીગર રમેશ પટેલ તૈયારી કરતો હતો.



જોકે વર્ષ 2021-22ની PSI, લોકરક્ષક, જુનિયર ક્લાર્ક અને તલાટીની સીધી ભરતીની સ્પર્ધાત્મક પરીક્ષા જાહેર થઈ હતી. જે પરીક્ષામાં પાસ કરવા અને PSI, લોકરક્ષક, જુનિયર ક્લાર્ક અને તલાટીની સરકારી નોકરી અપાવવાની લોભામણી લાલચ વલસાડના અબ્રામા ખાતે રહેતી વૈશાલી દેસાઈ અને આશિષકુમાર હિતેન્દ્ર ઉર્ફે હિતેશભાઈ પટેલે જીગર પટેલ સહિત અનેક પરિક્ષાર્થીઓને આપી હતી. પોતાની ઓળખાણ મોટી હોવાથી નોકરી તરત અપાવવાની લાલચ આપી વલસાડ જન સેવા કેન્દ્ર પાસે રૂપિયા 28 લાખ લઈને નોકરી નહીં અપાવી છેતરપિંડી આચરી હતી. નોકરી ન મળતા જીગરને છેતરપિંડીનો ભોગ બન્યો હોવાનો અહેસાસ થતા વલસાડ LCBમાં ફરિયાદ અરજી કરી કરી હતી. જે ફરિયાદના આધારે વલસાડ LCBની ટીમે ઝીણવટ ભરી પ્રાથમિક તપાસ કરતા કેસમાં વૈશાલીબેન મનુભાઈ દેસાઈ અને આશિષકુમાર હિતેન્દ્ર ઉર્ફે હિતેશભાઈ પટેલ વિરુદ્ધ સીટી પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. વલસાડ સીટી પોલીસ ફરિયાદ નોંધી આગળની તપાસ હાથ ધરી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application