વલસાડમાં પુસ્તક પરબનો ૧૮મો મણકો વરસાદી માહોલમાં સર્કિટ હાઉસની સામે ભીલાડવાલા બેંકના ઓટલા પર અને એસ.ટી. વર્કશોપની સામે ક્રોમાની બાજુમાં ફૂટપાથ પર પુસ્તક પરબ રવિવારે ૭:૩૦ થી ૯:૩૦ સમય દરમ્યાન યોજાઈ હતી. આ કાર્યક્રમ પ્રોજેક્ટ ચેરપર્સન તથા ટીમ દ્વારા આયોજિત થયો હતો. આ પરબમાં (સંખેડા કૉલેજ)ની મદદ મળી હતી. આ કાર્યક્રમ દ્વારા વલસાડ શહેરના પુસ્તક વાંચનારાઓને પુસ્તકો મળી રહ્યા છે. આ રવિવારે ૧૦૮ પુસ્તકો વાચકો લઈ ગયા હતા. પુસ્તક પરબની મુલાકાત ૯૦થી વધુ લોકોએ લીધી હતી. વરસાદી માહોલમાં વિવિધ વ્યવસાય સાથે જોડાયેલા દરેક વયના લોકોએ આ પુસ્તક પરબની મુલાકાત લીધી હતી. આ અભિયાનથી લોકો વાંચન તરફ વધુ ને વધુ ઢળી રહ્યા છે. વાચકો તરફથી વ્યવસ્થાના ભાગરૂપે વરસાદી વાતાવરણમાં પુસ્તકો સમેટવામાં મદદ મળી રહી છે. દર મહિનાના પ્રથમ રવિવારે અનુકૂળ જગ્યાએ પુસ્તક પરબ યોજાશે. જેની વાચકોએ નોંધ લેવી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application