Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

વાલોડમાં 2 ઈસમો જાહેરનામાનો ભંગ કરતા ઝડપાયા

  • May 18, 2021 

વાલોડ પોલીસ સ્ટાફના માણસો સોમવારે ખાનગી વાહનમાં બેસી પેટ્રોલીંગમાં નીકળ્યા હતા, તે દરમિયાન જાહેરમાં મોઢે માસ્ક પહેર્યા વગર બાઈક પર આવતા જતા તેમજ ગ્રાહકો વચ્ચે સેફ ડીસ્ટન્સ રાખ્યા વગર જાહેરનામાનો ભંગ કરી પોતાની તથા લોકોની જિંદગી જોખમાય એવું વર્તન કરતા 2 ઈસમો પોલીસ પેટ્રોલીંગમાં ઝડપાઈ ગયા હતા.

 

 

 

માસ્ક વગર અને સેફ ડીસ્ટન્સ રાખ્યા વગર ઝડપાયેલ 2 ઈસમો............

બાજીપુરા ગુજરાતી સ્કુલની સામે આવેલ સંત ગુરુકૃપા ચાઈનીઝની લારી પાસે મોઢે માસ્ક પહેર્યા વગર અને લારી પાસે આવતા આતવા જતા ગ્રાહકો માટે સેફ ડીસ્ટન્સ રાખ્યા વગર, નરેશ ધનારામ સોહન રહે.બાજીપુરા ગામ,

 

 

 

 

વાલોડના ઈદગાહ ફળિયામાં હનુમાન મંદિર પાસેના જાહેર રોડ ઉપરથી મોઢે માસ્ક પહેર્યા વગર અને બાઈક પર બિનજરૂરી આટા ફેરા મારતો તેમજ લોકોની વચ્ચે સેફ ડીસ્ટન્સ રાખ્યા વગર, તુષાર દિલીપ ધોબી રહે.વાલોડ ગામના બંને ઈસમોને ઝડપી પાડી વાલોડ પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. (મનિષા સુર્યવંશી દ્વારા વ્યારા)


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application