Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

Committed Suicide : આધેડે જિંદગીથી કંટાળી ગળે ફાંસો ખાઈ આત્મહત્યા કરી

  • October 31, 2023 

વડોદરામાં એક આધેડે જિંદગીથી કંટાળી ગળે ફાંસો ખાઈ આત્મહત્યા કરતા મૃતકની લાશ નીચે ઉતારી પોલીસે વધુ તપાસ હાથ ધરી હતી. મળતી માહિતી મુજબ, મદન જાપા રોડના લક્કડપીઠા પાસે આવેલી મોટી તંબોળીવાડમાં રહેતા આધેડ ઉજ્જવલ રોહિતભાઈ તંબોલી (ઉ.વ.52) જિંદગીથી કોઈ કારણે ત્રાહિમામ પોકારી ગયા હતા. જોકે આધેડે ઘરે એકલા હતા ત્યારે પંખાના હુક પર બાંધેલી દોરીથી ગળે ફાંસો ખાઈ ઉજ્જવલ તંબોલીએ આત્મહત્યા કરી લીધી હતી. બનાવની જાણ થતાં પરિવારજનોએ પોલીસને જાણ કરી હતી. પોલીસે મૃતકની જ લાશ નીચે ઉતારી પોસ્ટ મોર્ટમ અર્થે સયાજી હોસ્પિટલના કોડ રૂમમાં મુકાવી બનાવ અંગે વધુ તપાસ હાથ ધરી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application