Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

ઉકાઈમાં વિદ્યાર્થીનીની સતર્કતા,હિંમતના કારણે અપહરણ થતું અટક્યું,આરોપીઓને પકડવા તાપી પોલીસ દોડતી થઇ

  • September 26, 2023 

સોનગઢના ઉકાઈમાં ૧૧ વર્ષીય વિદ્યાર્થિનીની સતર્કતા અને હિંમતને લીધે તેનું અપહરણ થતાં અટક્યું હતું.ઉકાઈના પાથરડા કોલોની જલારામ મંદિર પાસે એક બાઈક પર આવેલા બે ઇસમોએ પાછળથી આવતી એક ઇક્કો ગાડીમાં આ વિદ્યાર્થીનીને ઊંચકી લઇ જવા માટેનો નિષ્ફળ પ્રયાસ કર્યો હતો,વિદ્યાર્થીની પોતાની પાસે રહેલી પાણીની બોટલ મારી પોતાનો હાથ છોડાવી બૂમાબૂમ કરતા અપહરણકર્તા નાસી ગયા હતા.બનાવના પગલે પંથકમાં ચકચાર મચી જવા પામી છે.



એક વિદ્યાર્થીનીની ઓઢણીની પીન નીકળી જતા પીન લગાડવા માટે રોકાઈ ગઈ હતી

સોનગઢ તાલુકાના ઉકાઈ પાથરડા કોલોની જલારામ મંદિર પાસે આવેલ કોતરડાના પુલના સ્કુલના તરફના છેડા ઉપર આજરોજ સવારે ૧૦:૩૦ કલાકના અરસામાં બે વિદ્યાર્થીનીઓ વનવાસી છાત્રાલયથી પ્રાથમિક શાળાએ આવતી હતી,જોકે દોડે દુર ચાલતા આવતા એક વિદ્યાર્થીનીની ઓઢણીની પીન નીકળી જતા પીન લગાડવા માટે રોકાઈ ગઈ હતી.તે સમય દરમિયાન આ ૧૧ વર્ષીય વિદ્યાર્થીની ચાલતા ચાલતા એકલી આગળ નીકળી ગઈ હતી.



વિદ્યાર્થીનીનો હાથ પકડી ખેંચી લઇ જવાનો પ્રયાસ કર્યો હતો

દરમ્યાન એક સ્પ્લેન્ડર બાઈક ઉપર આવેલ બે ઇસમોએ તેઓની બાઈક આ વિદ્યાર્થીની સામે ઉભી રાખી વિદ્યાર્થીનીને બિસ્કીટ ખવડાવવાની કોશિશ કરી હતી.જોકે બિસ્કીટ ન ખાતા પાછળથી આવેલ એક ઇક્કો ગાડીમાં આવેલ પાંચ જેટલા જેટલા ઇસમો પૈકી એક ઇસમે વિદ્યાર્થીનીને લઇ આવો તેમ કહેતા એક ઇસમે વિદ્યાર્થીનીનો હાથ પકડી ખેંચી લઇ જવાનો પ્રયાસ કર્યો હતો.



 પાણીની બોટલ આ અપહરણ કર્તાઓને મારી પોતાનો હાથ છોડાવી બૂમાબૂમ કરતા અપહરણકર્તાઓ નાસી છૂટયા હતા

જોકે આ વિદ્યાર્થીનીએ પોતાની પાસે રહેલ પાણીની બોટલ આ અપહરણ કર્તાઓને મારી પોતાનો હાથ છોડાવી બૂમાબૂમ કરતા અપહરણકર્તાઓ નાસી છૂટયા હતા.આ બનાવ અંગે શાળાના પ્રિન્સીપાલએ તુરંત પોલીસને જાણ કરતા પોલીસે ઘટના સ્થળે જઈ અપહરણકર્તા અંગે માહિતી મેળવી શોધખોળ શરૂ કરી છે.બનાવના પગલે પંથકમાં ચકચાર મચી જવા પામી છે.

જિલ્લા એલસીબી-એસઓજી સહિતનો સ્ટાફ આરોપીઓને શોધી કાઢવા દોડતી થઇ

હાલ ઉકાઈ પોલીસ દ્વારા પ્રિન્સીપાલ રમેશભાઈ વસાવાની ફરિયાદના આધારે અજાણ્યા ઈસમો સામે ગુનો નોંધી તપાસનો ધમધમાટ શરુ કર્યો છે,ઉકાઈ સહિતના એરિયામાં લગાડવામાં આવેલ તપાસ સીસીટીવી ફૂટેજ તપાસવામાં આવી રહ્યા છે.સ્થાનિક પોલીસ સહિત જિલ્લા એલસીબી-એસઓજી સહિતનો સ્ટાફ આરોપીઓને શોધી કાઢવા દોડતી થઇ ગઈ છે.(સાંકેતિક તસ્વીર)



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application