ઉચ્છલ તાલુકાનાં કરોડ ગામે નવાગામ ફળિયામાં રહેતા પશુપાલક નિતેશભાઈ તુકારામભાઇ વસાવા (ઉ.વ.34) પાંચ દિવસ પહેલા સોમવારે સવારે ગામની સીમમાંથી પસાર થતી નાની નદીમાં ઢોરોને લઇ પાણી પીવડાવા ગયા હતા. જ્યાં ઘેટા- બકરા ચરાવવાવાળા પણ તેમના ઘેટા- બકરાને લઈને પાણી પીવડાવવા આવ્યા હતા. જેથી નિતેશભાઈ વસાવાએ પહેલા ઢોરોને પાણી પીવડાવી લેવા દો પછી ઘેટા-બકરાને પાણી પીવડાવજો એમ કહેતા ઘેટા-બકરા પાણી પીવડાવજો એમ કહેતા ચારતા લોકોએ ગામમાં રહેતા કષ્ણભાઈ બાવાભાઈ વસાવાને જઈને કહ્યું હતું કે, નિતેશ વસાવા ઘેટા-બકરાને પાણી પીવડાવવા ના પડે છે.
જેથી કષ્ણભાઈ વસાવા નદીએ આવ્યો હતો અને નિતેશ વસાવા સાથે ગાળાગાળી કરી કેમ ઘેટાવાળાઓને પાણી પીવડાવવા ના પાડે છે, નદી તારા બાપની છે, આજે તને મારી નાંખવાનો છે, કહી કૃષણ વસાવાએ હાથમાં રહેલી વાંસની લાકડી નિતેશના ડાબા હાથના કાંડાથી નીચેના ભાગે મારી ફ્રેક્ચર કર્યું હતુ. ત્યારબાદ ઘૂટણનાં નીચેના ભાગે તથા પીઠના ભાગે ઉપરા છાપરી ઢોર માફક લાકડીથી માર મારી નીચે પડી દીધો હતો. ત્યારબાદ લોકોએ તેઓને બચાવ્યા હતા અને ઉચ્છલ ખાતે પ્રાથમિક સારવાર કરાવી હાલ વ્યારા જનરલ હોસ્પિટલમાં સારવાર ચાલે છે. આ મારામારી મુદ્દે બેઠક બાદ કોઈ સમાધાન ન આવતા પત્ની સરસ્વતીબેન નિતેશભાઈ વસાવાએ પોલીસ મથકે કષ્ણભાઈ બાવાભાઈ વસાવા સામે ફરિયાદ નોંધાવી હતી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500