Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

તાપી જિલ્લામાં પુરુષો કરતા મહિલા મતદારો મતદાન કરવામાં આગળ

  • December 01, 2022 

ગુજરાત વિધાનસભાની સામાન્ય ચૂંટણી-૨૦૨૨ અંતર્ગત આજે બપોરે 03 વાગ્યા સુધી તાપી જિલ્લાના ૧૭૧-વ્યારા(અ.જ.જા) વિધાનસભા મતવિસ્તારમાં ૬૧.૫૪ ટકા, ૧૭૨-નિઝર(અ.જ.જા) વિધાનસભા મતવિસ્તારમાં ૬૬.૪૨ ટકા મતદાન નોંધાવીને કુલ- ૬૪.૨૭ ટકા મતદાન સાથે તાપી જિલ્લો પ્રથમ તબક્કાના ૧૯ જિલ્લાઓમાં પ્રથમ ક્રમે રહ્યો છે. ૧૭૧-વ્યારા(અ.જ.જા) વિધાનસભા મતવિસ્તારમાં કુલ-૬૮૧૧૪ પુરુષ અને કુલ-૬૯૧૬૮ મહિલાઓ, અન્ય ૦૩ મળી કુલ-૧૩૭૨૮૫ મતદારો મળી ૬૧.૫૪ ટકા મતદાન નોંધાયું છે. જ્યારે ૧૭૨-નિઝર(અ.જ.જા) વિધાનસભા મતવિસ્તારમાં કુલ-૯૧૧૦૬ પુરુષ અને કુલ-૯૬૬૦૬ મહિલાઓ મળી કુલ-૧૮૭૭૧૨ મતદારો મળી ૬૬.૪૨ ટકા મતદાન નોંધાયું છે.




અત્રે રસપ્રદ બાબત એ છે કે, તાપી જિલ્લામાં સ્ત્રી મતદારોની સંખ્યા પુરુષ મતદારો કરતા વધારે છે. અહી કુલ-૨,૪૬,૪૩૫ પુરુષ મતદારોની સામે ૨,૫૯,૨૫૬ સ્ત્રી મતદારો મળી કુલ-૫,૦૫,૬૯૫ નોંધાયેલા મતદારો છે. જેમાં મહિલા મતદારો મતદાન કરવામાં પુરુષ મતદારો કરતા આગળ છે. જિલ્લામાં કુલ-૧૫૯૨૨૦ પુરુષ અને કુલ-૧૬૫૭૭૪ મહિલાઓ મળી કુલ-૩૨૪૯૯૭ જાગૃત મતદારો મળી ૬૪.૨૭ ટકા મતદાન નોંધાયું છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application