ગુનેગારો દ્વારા ગેરકાયદેસર પ્રવૃત્તિ કરવા માટે અવનવા નુસખાઓ અજમાવવામાં આવતા હોવાની અનેક ઘટનાઓ અત્યાર સુધી સામે આવી છે.ત્યારે તાપી જિલ્લાના વાલોડ સહિતના અનેક વિસ્તારોમાં પણ ધાર્મિક યંત્રની આડમાં જુગાર ધમધમી રહ્યા છે,એલએડી સ્ક્રીન પર અલગ અલગ યંત્રોના ફોટો બતાવી જ્યાં એકથી દસ ક્રમાંક આપવામાં આવે છે.જે પૈકી કોઈપણ યંત્ર પર રૂપિયા લગાડવામાં આવેલા હોય તેના બદલામાં 10 ગણા રૂપિયા રોકડા-ઓન લાઈન આપવામાં આવતા હોય છે.
અન્ય જિલ્લાઓમાં કાર્યવાહી
અન્ય જિલ્લાઓમાં ધાર્મિક યંત્રની આડમાં ચાલતા આવા જુગારના અડ્ડાઓ ઉપર સ્થાનિક પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવી રહી છે,પરંતુ તાપી જિલ્લા પોલીસ ક્યા મૂહર્ત ની રાહ જોઈ રહી છે,તે એક તપાસનો વિષય બન્યો છે,આપને અહીં એપણ જણાવી દઈએ છીએકે,આ ઓન લાઈન જુગાર રમાડવાનો ગૌરખ ધંધો ચલાવનારાઓ પહેલાથી સ્થાનિક પોલીસને જાણ કરી જુગારનો ધંધો ચલાવતા હોવાનું પણ ચર્ચાઈ રહ્યું છે.જેને લઇ પોલીસની કામગીરી સામે પણ સવાલો ઉભા થયા છે.
પટેલ એજેન્સી નામનો સોફ્ટવેર આપવામાં આવ્યો
સુત્રો અનુસાર વાલોડ વિસ્તારમાં ધાર્મિક યંત્રની આડમાં ધમધમતા જુગાર ધામમાં પટેલ એજેન્સી નામનો સોફ્ટવેર આપવામાં આવ્યો છે,જેમાં કોમ્પયુટરની સ્ક્રીનમાં 10 ધાર્મિક યંત્રો જેમાં સુદર્શન,લવ,તારા,ગ્રહ,મત્સ્ય,શ્રી યંત્ર, વશીકરણ યંત્ર, પ્લેનેટ,મેડીટેશન યંત્રના ફોટા દેખાય હોય છે,જે આ જુગાર રમતા જુગારીયાઓ પાસેથી સંચાલકો રૂપિયા જમા કરાવે અને જેટલા રૂપિયા જે આંકડા ઉપર રમવા માગતો હોય તે આંકડા ઉપર તે દાવ લગાડે અને જે જીતે તેને 10 રૂપિયા લગાવેલા હોય તો 100 રૂપિયા મળે, દર 5-10 અને 15 મિનિટે યંત્ર મુજબ ઓન લાઇન ડ્રો કરવામાં આવતા હોવાનું પણ જાણવા મળ્યું છે.મોટા ભાગના લોકો એક વાર લાગશે તેમ સમજીને વારંવાર જુદા જુદા યંત્ર પર પૈસા લગાવતા હોય છે, જેમને યંત્ર લાગી જાય તેમને તેમણે લગાવેલા રૂપિયાના દસ ગણા રૂપિયા મળે છે.
પહેલાં એચ.એસ. નામની એપ ઇનસ્ટોલ કરી પહેલાં બેલેન્સ ભરવાની હોય છે
ખબર પણ ન પડે તે રીતે રમાતા આ નવતર ધાર્મિક યંત્રના નામો રમાતો જુગાર લોકો પોતાના ઘરે બેસીને મોબાઇલ ઉપર પણ રમી શકે તે માટે પટેલ એજેન્સીએ ધાર્મિક યંત્રની મોબાઇલ એપ પણ બનાવી હોવાનું સૂત્રોમાંથી જાણવા મળ્યું છે,જેમાં પહેલાં એચ.એસ. નામની એપ ઇનસ્ટોલ કરી પહેલાં બેલેન્સ ભરવાની હોય છે અને ત્યારબાદ તેના મોબાઇલમાં એપ ઓપન કરે ત્યારે તેની મોબાઇલના સ્ક્રીન ઉપર તેની બેલેન્સ, ડ્રોની માહીતી વગેરે જાણકારી અપાય છે જેના આધારે જુગારમાં કમાવવાની લાલચ ધરાવતો જુગારી આ એપની મદદથી બમણું જુગાર રમતો હોવાની વીગતો બહાર આવી છે.
આપના વિસ્તારમાં દારૂ-જુગાર જેવી ગેર કાયદેસરની પ્રવૃતિઓ ચાલતી હોય તો તાપીમિત્રના નંબર 78200-92500 પર સંપર્ક કરવો
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500