તાપી જિલ્લામાં આંતરજ્ઞાતિ લવ મેરેજ કરેલ યુવતીનું વ્યારા ખાતે ઘરમાં મોઢું દબાવીને હત્યા કરાઈ હોવાની ફરિયાદ મૃતક યુવતીના પિતાએ વ્યારા પોલીસ મથકે નોંધાવી છે, જેને લઇ પંથકમાં ચકચાર મચી જવા પામી છે, જોકે પોલીસે ફરિયાદના આધારે મૃતક યુવતીના પતી અને સાસુ વીરુધ્ધ ગુનો નોંધી તપાસ શરુ કરી છે.
મળતી માહિતી મુજબ ફરિયાદી રામઅવતાર માલીરામ જાતે મેહરા (ઉ.વ.૫૦) હાલ રહે,સોનગઢ વાણીયા ફળિયું અનિલભાઈ અગ્રવાલ નાઓના ભાડાના મકાનમાં મૂળ રહેવાસી પાટન તા.નીમકાખાના જિ.સીકર-રાજસ્થાન નાઓ સોનગઢ ખાતે પરિવાર સાથે રહે છે અને સોનગઢ ખાતે આવેલ બુટ ચપ્પલની વિનસ સપ્લાયરમાં સેલ્સમેન તરીકે નોકરી કરી જીવન ગુજરાન ચલાવે છે. પરિવારમાં પત્ની નામે બરજીબેન કરીને છે તેની થકી સંતાનમાં એક છોકરો અને ચાર છોકરીઓ છે જેમાંથી સૌથી મોટી છોકરી નામે અંજલી કરીને હતી તેણેથી નાની છોકરી નામે પ્રીતિ કરીને છે જે ધોરણ ૧૨ની રીપીટર તરીકે પરીક્ષા આપે છે તેણીથી નાની છોકરી નામે સ્નેહા કરીને છે જે ધોરણ ૧૦ સુધી ભણેલ છે તે પછી અભ્યાસ છોડી દીધેલ છે તેણીથી નાની છોકરી નામે કરિશ્મા કરીને છે તેની હાલમાં ધોરણ ૧૨ની પરીક્ષા આપેલ છે અને સૌથી નાનો છોકરો નામે રિતેશ કરીને છે જે ધોરણ ૬ માં અભ્યાસ કરે છે.
સને ૨૦૨૦ના વર્ષમાં ફરીયાદી રામઅવતારભાઈની મોટી છોકરી અંજલી (ઉ.વ.૨૩)નીએ સોનગઢના સર્વોદય નગર સ્ટેશન રોડ પર રહેતા રોહિતભાઈ સંભાજીભાઈ કોળી સાથે કોર્ટ મેરેજ કરી લીધા હતા. પિતાની ઈચ્છા વિરુદ્ધ છોકરી અંજલીએ આંતરજ્ઞાતિ લગ્ન કરેલ હોવાથી તેમને સ્વીકાર કરેલ નહીં પરંતુ પત્ની તથા છોકરીઓ સાથે અંજલી વાતચીત કરતી હતી તેમજ કોઈક વખત મળવા પણ આવતી હતી છેલ્લા આશરે ૨ વર્ષથી અંજલી તેના પતિ રોહિત સાથે વ્યારા ખાતે વૃંદાવન ધામ સોસાયટીમાં ભાડેથી રૂમ રાખીને રહેતા હતા આ રોહિતના બાપુજી સંભાજીભાઈ કોળી નાઓ સોનગઢમાં લક્ષ્મી મોલમા કરીયાણાની દુકાન ચલાવે છે તથા રોહિતની મમ્મી સુનંદાબેન કરીને છે તથા રોહિતનો એક ભાઈ રાહુલ કરીને છે અને આ રોહિત પહેલા પ્રાઇવેટ નોકરી કરતો હતો ત્યાર પછી તેના બાપુજી સાથે દુકાન ઉપર બેસી વેપાર ધંધો કરવા લાગ્યો હતો.
ગઈ તા.૨૪/૦૩/૨૦૨૩ ના રોજ રાત્રિના ૮ વાગ્યે અંજલી સિરિયસ હોવાનું જાણવા મળતા રામઅવતારભાઈ જનરલ હોસ્પિટલ વ્યારા ખાતે પહોંચ્યા હતા જોકે ફરજ પરના તબીબે અંજલીનું મોત નિપજ્યું હોવાનું જણાવ્યું હતું.જનરલ હોસ્પિટલમાં પહેલાથી જ હાજર પત્ની અને છોકરી પ્રીતિને પૂછતા તેઓએ રામઅવતારભાઈને જણાવેલ કે, અંજલી છેલ્લા બે દિવસથી બીમાર હતી અને દવાખાને લઈ આવતા ડોક્ટર સાહેબે મૃત જાહેર કર્યો છે જોકે અંજલીની બોડી જોતા તેના ડાબા ગાલ તથા ગળાના ભાગે ઇજાના નિશાન હતા તેમજ મોઢામાંથી ફીણ નીકળેલ હતું અને હાથની આંગળીઓ વળી ગઈ હતી.
અંજલીના પતી રોહિતને પૂછતા તેણે જણાવેલ કે, તા.૨૪/૦૩/૨૦૨૩ ના રોજ મમ્મી સુનંદાબેન અંજલી સાથે ઘરે હતી અને હું સાંજના વ્યારા ઘરે આવેલ ત્યારે ઘરનો લોખંડની જાળીનો દરવાજો બંધ હોય જે ખોલીને અંદર જઈને જોયું તો અંજલી નીચે ગાદી ઉપર દીવાલ તરફનું મોડી કરીને સૂતેલી હતી જેથી તેને ઉઠાડી જોતા ઉઠેલી નહીં, તેના હાથ પકડીને ઉઠાડી જોતા તેનો હાથ કડક થઈ ગયા હતા અને મોઢામાંથી ફીણ નીકળતું હતું અને ગાલ ઉપર ઇજાના નિશાન હતા જેથી રોહિતે બુમા બૂમ કરતા મમ્મી તથા સોસાયટીના લોકો દોડી આવેલા અને તે પછી ૧૦૮માં અંજલીને સુડાવીને વ્યારા જનરલ હોસ્પિટલ ખાતે લઈ આવ્યા હતા જોકે ફરજ પરના તબીબે અંજલીને મૃત જાહેર કર્યો હતો. જોકે તે સમયે બનાવ અંગે મૃતક અંજલીનો પતી રોહિત કોળીએ અકસ્માત મોત ફરિયાદ આપી હતી. જોકે તે સમયે રાત્રીનો સમય હોવાથી મૃતક અંજલીનો મૃતદેહ ક્લોડસ્ટોરેજમાં મુકવામાં આવી હતી.
બીજા દિવસે એટલે કે, તા.૨૫/૦૩/૨૦૨૩ ના રોજ સવારે ડોક્ટર સાહેબ બોડીનો પીએમ ફોરેન્સિક એક્સપર્ટ નાઓ મારફતે નવી સિવિલ હોસ્પિટલ સુરત ખાતે કરવા જણાવેલ જેથી અંજલીની બોડી સરકારી એમ્બ્યુલન્સમાં મૂકી સુરત નવી સિવિલ હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવી હતી.અંજલીની બોડીનો પીએમ સાંજના ચારેક વાગ્યે પૂરું થતા ફોરેન્સિક ડોક્ટરએ પ્રાથમિક કોઝ ઓફ ડેથ સર્ટી આપેલ જેમાં અંજલીનું મોત મોઢું દબાવીને ( smothering ) ના કારણે થયેલ હોવાનું જાણવા મળ્યું હતું. જોકે ત્યારબાદ અંજલીની લાશની અંતિમ વિધિ દરમિયાન રામઅવતારભાઈને તેમની પત્નીથી જાણવા મળ્યું હતું કે, અંજલી તેની મમ્મી સાથે વાતચીત કરતી ત્યારે વાત વાતમાં અંજલી કહેતી હતી કે તેની સાસુ સુનંદા, અંજલીએ લવ મેરેજ કરેલ હોવાથી તેને લઈને ઝઘડો તકરાર કરતી હતી.
બનાવ અંગે અંજલીની અંતિમવિધિ પૂર્ણ કરી આજરોજ રામઅવતારભાઈએ અંજલીના પતી રોહિત શંભાજીભાઈ કોળી રહે,વૃંદાવન ધામ સોસાયટી- વ્યારા તથા તેની મમ્મી સુનંદાબેન શંભાજીભાઈ કોળી હાલ રહે, સર્વોદય નગર સોનગઢ નાઓએ અંજલીનું મોઢું દબાવી હત્યા કરી હોવાની પુરેપુરી શંકા હોવાની ફરિયાદ વ્યારા પોલીસ મથકે નોંધાવી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application