તાપી જિલ્લાના વ્યારામાં ભારતીય જનતા પાર્ટીમાં જૂથવાદ ઉભરીને સામે આવ્યો છે. વ્યારા ખાતે યોજાયેલ દહીંહાંડી ના નામે જૂથવાદ જોવા મળ્યો હતો.ભાજપના જ બે જૂથો સામે સામે જોવા મળી રહ્યાં છે. જોકે ૨૦૨૨ની વિધાનસભાની ચૂંટણી પહેલા તાપી જિલ્લામાં ભાજપનો આંતરીક વિવાદે ભાજપની ચિંતા વધારી છે.
વ્યારા ખાતે દહીંહાંડીના કાર્યક્રમમાં સી.આર.પાટીલ પધારવાના હોય,તેમના સ્વાગત માટે ગેટ તૈયાર કરી રહેલા યુવા કાર્યકર્તાઓને હાલમાં જ ભાજપામાં જોડાયેલા રાજુ જાધવ સહિત કોર્પોરેટર અને અન્ય વ્યક્તિઓએ ભાજપના કાર્યકર્તાઓને જાતિ વિષયક ગાળો બોલી જાનથી મારી નાંખવાની ધમકી આપતા મામલો પોલીસ મથક સુધી પહોંચ્યો છે,જેને લઇ નગરનું રાજકારણ ગરમાયું છે.
તાપી જિલ્લા ભાજપ યુવા મોરચાના પ્રમુખ તરીકેનો હોદ્દો સંભાળતા વિરલભાઈ શંકરભાઈ કોકણીએ વ્યારા પોલીસ મથકે અરજી આપતા જણાવ્યું હતું કે, તા.૧૯મી ઓગસ્ટ નારોજ જુના બસ સ્ટેન્ડ વ્યારા મુકામે જન્માષ્ટમીનો કાર્યક્રમ રાખેલ હોય વિરલભાઈ તથા તેઓના મિત્ર પ્રિતુલભાઈ શાહ,અક્ષય પંચાલ,મોહિત બાવલીયા,સાહિલ ગામીત નાઓ જુના બસ સ્ટેન્ડ વ્યારા મુકામે કોઠારી ટ્રાવેલ્સની ઓફિસ બહાર સવારે ૧૦-૩૦ થી ૧૧ વાગ્યાના ગાળા દરમિયાન હાજર હતા અને પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલ વ્યારા મુકામે જન્માષ્ટમીના કાર્યક્રમ માટે આવનાર હોય વિરલભાઈ અને ભાજપ યુવા મોરચાના કાર્યકરો પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ સાહેબ નાનો સ્વાગત માટે ગેટ તૈયાર કરી રહ્યા હતા.
તે દરમિયાન રાજુભાઈ અમૃતભાઈ જાધવ નાઓ એકટીવા વાહન ઉપર આવીને વિરલ કોકણી (તાપી જિલ્લા ભાજપ યુવા મોરચાના પ્રમુખ) સાથે ઝઘડો કરવા લાગ્યો હતો અને કહેવા લાગેલ કે “તમે લોકોએ આ શું ધંધો માંડ્યા છે તમારું અહીં કંઈ ચાલવાનું નથી તમારે લોકોએ અહીં તમારા નામનો ગેટ મૂકવાનો નથી” જેથી કરીને તાપી જિલ્લા ભાજપ યુવા મોરચાના પ્રમુખએ જણાવેલ કે “પાર્ટીનો કાર્યક્રમ હોય આપણે બંને એક જ રાજકીય પક્ષના કાર્યકર હોય બધા લોકોએ સહકારથી પક્ષના કાર્યક્રમ કરવાનો છે” આવું કહેતા રાજુભાઈ જાધવ એકદમ ઉસ્કરાઇ ગયો હતો અને જાતી વિષયક ગાળો આપતા તારા જેવાને ભાજપ યુવા મોરચાનો પ્રમુખ બનાવી દીધેલ છે સાલા લુખ્ખા આજે સાંજે ૭ વાગ્યા પછી તમારામાંથી કોઈ શોધેલા જડશે નહીં” એમ કહીને માં-બહેનની ગાળો આપીને જાનથી મારી નાખવાની ધમકી આપવા લાગ્યો હતો.
જોકે તાપી જિલ્લા ભાજપ યુવા મોરચાના પ્રમુખ વિરલ કોકણી પાસે ઉભા રહેલ અન્ય કાર્યકર પ્રિતુલભાઈ શાહએ રાજુભાઈ જાદવનાઓને શાંત રહેવાનું કહેતા રાજુ જાધવ પ્રીતુલ શાહને મારવા માટે આગળ એકદમ આગળ ધસી આવેલ જોકે તે સમયે મારી શકેલ નહી જેથી કરીને રાજુ જાધવ નાઓ પ્રીતુલ શાહ ઉપર ઉશ્કેરાઈ જઈને પ્રિતુલ શાહને કહેવા લાગેલ કે “તું તો ધ્યાનમાં જ છે તારા પણ હાથ ટાંટિયા હું તોડી નાખીશ તને પતાવીને ક્યાંક દાટી દઈશ ને કોઈને ખબર પણ પડશે નહીં”
જોકે તે સમયે રાજેશભાઈ પટેલ ઉર્ફે રાજુ ઉમિયા, યાસીન શાહ, સનિલ જાધવ તથા દિલીપભાઈ અમૃતભાઈ જાદવ સ્થળ ઉપર આવી ગયેલ અને તાપી જિલ્લા ભાજપ યુવા મોરચાના પ્રમુખ વિરલ કોકણી તથા પ્રિતુલ શાહને ગમે તેમ માં-બહેનની ગાળો આપીને ધમકાવવા લાગેલ અને ઝઘડો કરી વિરલ કોકણીને કહેવા લાગેલ કે “આજના જન્માષ્ટમીનો કાર્યક્રમ પૂરો થવા દે પછી તમારા બધા લોકોના હાથ ટાંટિયા તોડી નાખીશું આજનો જન્માષ્ટમીનો કાર્યક્રમ ન હોત તો હમણાં તમારા લોકોના હાથ ટાંટિયા તૂટી જતે, જોક તે સમયે ત્યાં પક્ષના લોકો ભેગા થવા લાગતા તમામ આરોપીઓ એક સંપ થઈને ત્યાંથી જતા રહ્યા હતા,બીજી તરફ દહીંહાંડીનો કાર્યક્રમ પૂર્ણ કરી સી.આર.પાટીલના નીકળ્યા બાદ લાયન હાર્ટ ગૃપના અધ્યક્ષ સામે એટ્રોસીટી હેઠળ અરજી પોલીસ મથકમાં કરવામાં આવી હતી.
ઘટનાની ગંભીરતાને ધ્યાને લઈને તાપી જિલ્લા ભાજપ યુવા મોરચાના પ્રમુખ વિરલભાઈ કોકણીએ વ્યારા પોલીસ મથકે અરજી આપી હતી અને તમામ આરોપીઓ સામે એટ્રોસીટી એક્ટની કલમ મુજબ કાર્યવાહીની માંગ કરી છે, જોકે આ મામલે પોલીસ દ્વારા તપાસ અને પૂછ પરછ ચાલુ હોવાનું જાણવા મળ્યું છે.જૉકે બીજી તરફ સામે પક્ષે પણ નિમેષભાઈએ વ્યારા પોલીસમાં અરજી આપી વિરલ કોકણી સહીત ૫ જણા સામે કાર્યવાહીની માંગ કરી છે.હાલ આ મામલે પોલીસ દ્વારા બંને પક્ષોની અરજીઓ લઇ તપાસ શરૂ કરી છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500