Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

તાપી જિલ્લામાં યુવકે યુવતીને પ્રેમજાળમાં ફસાવી દુષ્કર્મ આચર્યું, ઇન્સ્ટાગ્રામ પર ફેક એકાઉંન્ટ બનાવી અંગત પળના ફોટા અપલોડ કર્યા

  • April 19, 2023 

નિઝરના રાયગઢ ગામનો યુવક પોતે પરણિત અને બે બાળકોના પિતા હોવાછતાં ઉચ્છલની એક યુવતીને પ્રેમજાળમાં ફસાવી દુષ્કર્મ આચર્યા બાદ ઇન્સ્ટાગ્રામ પર ફેક એકાઉંન્ટ બનાવી અંગત પળના ફોટા અપલોડ કરતા મામલો પોલીસ મથકે પહોંચ્યો છે,જોકે પોલીસે ભોગ બનનાર યુવતીની ફરિયાદના આધારે રાયગઢના પરણિત યુવક સામે ફરિયાદ નોંધી છે.


મળતી માહિતી મુજબ નિઝર તાલુકાના રાયગઢગામના કોટડા ફળીયુંમાં રહેતો આરોપી અનિલભાઇ અર્જુનભાઇ વળવીએ ઉચ્છલની યુવતીનો મોબાઇલ નંબર ક્યાંકથી મેળવી લઈ પોતાનું કરણ નામ હોવાનું જણાવી સને-૨૦૨૧થી તા.૨૨/૦૧/૨૦૨૩ ના સમય ગાળા દરમ્યાન ઉચ્છલની યુવતી સાથે પ્રેમ સબંધ રાખ્યો હતો.


આરોપી અનિલભાઇ વળવી પોતે અપરણીત હોવાનું યુવતીને જણાવી તેની મરજી વિરુધ્ધ અવાર-નવાર શરીર સબંધ બાંધ્યો હતો, જોકે આરોપીએ સાથેના અંગત પળના ફોટા ગ્રામ સોસીયલ મીડીયા ઇન્સ્ટાગ્રામ પર ભોગ બનનાર યુવતીના નામનું ફેક એકાઉંન્ટ બનાવી અપલોડ કરતા પંથકમાં ચકચાર મચી જવા પામી છે.



બનાવ અંગે ભોગ બનનાર યુવતીએ પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા ઉચ્છલ પોલીસે અનિલભાઇ અર્જુનભાઇ વળવી વિરુદ્ધ તા.૧૮/૦૪/૨૦૨૩ નારોજ ઇ.પી.કો. કલમ-૩૭૬(૨)એન,તથા ધી ઇન્ફોમેશન ટેકનોલોજી એક્ટની કલમ-૬૬(સી),૬૬(ડી),૬૭મુજબ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application