તાપી જિલ્લામાં ગુન્હેગારમાં જાણે પોલીસનો ડર જ રહ્યો ન હોય તેમ બેફામ બન્યા છે, શંકાસ્પદ ગાડીમાં વાહન ચેકિંગ દરમિયાન ફોરેસ્ટ વિભાગની એક મહિલા બીટગાર્ડને આરોપીઓએ ટવેરા ગાડીમાં ઊંચકી લઇ જઈ સોનગઢના ચોરવાડ ગામના પાટિયા પાસે ધક્કો મારી ઉતારી આરોપીઓ નાશી છુટ્યા હોવાનો સનસનીખેજ બનાવ પોલીસ ચોપડે નોંધાયો છે.
મળતી માહિતી અનુસાર હાલ વ્યારાના પાનવાડી ફોરેસ્ટ કોલોનીમાં રહેતા અને ફોરેસ્ટ વિભાગમાં બીટગાર્ડ તરીકે ફરજ બજવતી મહિલા સ્વેતલબેન સુર્યકુમાર ગામીત, તા-૧૦/૦૧/૨૦૨૩ ના રાત્રીના આશરે ૯:૦૦ વાગેની આસપાસ વ્યારાના તાડકુવાગામની સીમમાં આવેલ શ્રીજી ટ્રેક્ટર શો-રૂમના ક્મ્પાઉન્ડમાં આવેલ વજનકાંટા પર એક ટવેરા ગાડી નંબર જીજે/૧૫/બીબી/૨૦૧૯માં બેસેલા બે આરોપીઓ સાગના લાકડા ભરી હેરાફેરી કરતા હોય, શંકાના આધારે ટાવેરા ગાડીની અંદર તપાસ કરવા જતાં ગાડીમાં સવાર બંને આરોપીઓએ એક બીજાની મદદગારી કરી ફરીયાદી/ફોરેસ્ટ બીટગાર્ડ મહિલાને પોતાની ફરજમાં અડચણ ઉભી કરી પોતાના કબ્જાની ટાવેરા ગાડીમાં અપહરણ કરી લઇ જઇ ચોરવાડ ગામના પાટીયા પાસે હાઇવે રોડ ઉપર ગાડી ધીમી કરી ધક્કો મારી ઉતારી દઈ નાશી છુટ્યા હતા.
બનાવ અંગે મહિલા બીટગાર્ડ સ્વેતલબેન સુર્યકુમાર ગામીતએ બંને આરોપીઓ વિરુદ્ધ કાકરાપાર પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી, જેમની ફરિયાદના આધારે પોલીસે આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધી તેઓની શોધખોળ હાથ ધરી છે.
આરોપીઓ કેવા દેખાતા હતા ??
એક સફેદ કલરની ટાવેરા ગાડી નંબર- GJ-15-BB-2019 નો ચાલક જેણે કાળા જેવા કલરનું જેકેટ પહેરેલ હતું તથા તે મજબુત બાંધાનો જેની ઉંચાઇ આશરે ૫x૭ ફુટ તથા તેની ઉંમર આશરે ૩૫ થી ૪૦ વર્ષનો હતો તથા ડ્રાઇવરની બાજુની સીટ ઉપર બેસેલ ઇસમ જેણે શરીરે ક્રિમ જેવા કલરનું લાંબી બાંયનું શર્ટ પહેરેલ હતું તથા તે પાતળા બાંધાનો રંગે ઘઉં વર્ણનો જેની ઉંમર આશરે ૨૦ થી ૨૫ વર્ષની જણાતી હતી જેની ઉંચાઇ આશરે ૫x૫ફુટજેટલી હતી જેના માથાના વાળ ટુંકા અને કાળા હતા.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500