ગુજરાત વિધાનસભાની સામાન્ય ચૂંટણી-2022ને અનુલક્ષીને સમગ્ર રાજ્યની સરકારી, બિનસરકારી તથા ગ્રાન્ટ ઇન એઇડ પ્રાથમિક, માધ્યમિક શાળાઓ, અને ઉચ્ચ શૈક્ષણિક સંકુલોમા અભ્યાસ કરતા વિદ્યાર્થીઓના વાલીઓ પાસે, તેમનુ નામ મતદાર યાદીમા હોવાની ખાતરી કરી નૈતિક મતદાનનો સંકલ્પ કરવા બાબતે વ્યાપક જનજાગૃતિ જગાવવામા આવી રહી છે. જે અન્વયે તાપી જિલ્લાની તમામ પ્રાથમિક/માધ્યમિક/ઉચ્ચત્તર માધ્યમિક શાળા તેમજ કોલેજો, આઇ.ટી.આઇ, પોલીટેકનીક કોલેજોમા અભ્યાસ કરતા તમામ વિધ્યાર્થીઓને શૈક્ષણિક સંસ્થાઓ મારફત સંકલ્પ પત્રો વિતરણ કરવામા આવ્યા હતા.
તાપી જિલ્લાની કુલ-૭૯૮ પ્રાથમિક શાળાઓમા કુલ-૭૨,૨૭૦ વિદ્યાર્થીઓનાં વાલીઓએ, કુલ-૧૫૯ માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શાળાઓના કુલ-૧૭,૫૯૮ વિદ્યાર્થીઓના વાલીઓ અને ઉ.મા.શાળાના કુલ-૧૩,૦૧૨ વિદ્યાર્થીઓના વાલીઓએ, કુલ-૦૭ આઇ.ટી.આઇ તથા કુલ-૧૦ કોલેજો મળીને કુલ ૪૮૫૦ મળી જિલ્લામાં કુલ-૧,૦૭,૭૦૦ વાલીઓ પાસેથી વિદ્યાર્થીઓએ સંકલ્પ પત્રો ભરાવી આગામી ૧લી ડિસેમ્બરે મતદાન કરવા વચનબધ્ધ કર્યા હતા.
તાપી જિલ્લામાં જિલ્લા કલેક્ટર અને જિલ્લા ચૂંટણી અધિકારી ભાર્ગવી દવેના માર્ગદર્શન હેઠળ અને જિલ્લા સ્વીપ નોડલશ્રી ધારા પટેલનાં નેતૃત્વમાં શાળાઓ અને કોલેજોમાં અવનવી પ્રવૃતિઓ દ્વારા પ્રથમ વખત મતદાન કરતા યુવા મતદારો અને વિદ્યાર્થીઓના વાલીઓને વિવિધ રીતે મતદાન કરવા પ્રેરિત કરવામાં આવી રહ્યા છે. આ તમામ પ્રવૃતિઓ દ્વારા તાપી જિલ્લાના વધુમા વધુ વાલીઓ નૈતિક રીતે સજાગ બની પોતાના મતદાનના અધિકાર અંગે જાગૃત બને અને અચુક મતદાન કરે તે માટે સઘન પ્રયાસો હાથ ધરવામા આવી રહ્યા છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500