સુરત પાલિકાના કતારગામ ઝોનમાં ટીપી સ્કીમમાં રહેણાંક સોસાયટી પરથી રિઝર્વેશન હટાવ્યું હતું તે ફરી મુકાતા અસરગ્રસ્ત લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. અસરગ્રસ્તોએ પુર્વ શહેરી વિકાસ મંત્રીને રજુઆત કરી હતી.ત્યાર બાદ પૂર્વ શિક્ષણ મંત્રીએ અસરગ્રસ્તોની તરફેણ કરી હતી. હવે સોસાયટીના રહીશો કતારગામ ઝોન ઓફિસ પહોંચ્યા હતા અને ફરી મુકાયેલા રિર્ઝેશન ને દુર કરવા માટેની માગણી કરી હતી. સુરત મહાનગરપાલિકાના કતારગામ ઝોનની ત્રણ ટીપી સ્કીમમાં સરકારે દૂર કરેલા રિઝર્વેશન બાદ સરકારે ફરી નોટીફીકેશન રદ્દ કરીને પહેલા નો નિર્ણય યથાવત પાલિકાએ રિર્ઝેશન વાળી જગ્યાનો કબ્જો પાલિકાને સોંપવા માટે નોટિસ ઇસ્યુ કરી છે.
સોસાયટી-સમાજની વાડીઓ અને મિલકત પર રિઝર્વેશન આવતા અસરગ્રસ્તો દોડતા થયા છે અને સરકારની આ કામગીરી સામે વિરોધ કરી રહ્યાં છે. સુરત પાલિકાના કતારગામ ઝોનમાં આવેલી ટીપી સ્કીમ નંબર 49, 50 અને 51માં રહેણાંક સોસાયટી પર મુકવામાં આવેલું રિઝર્વેશન સરકારે દૂર કરી દીધું હતું. જોકે ત્યારબાદ સરકારે ફરી નિર્ણય કરતાં આ રિઝર્વેશન યથાવત રાખવામાં આવ્યું હતું. આ નિર્ણયના કારણે કતારગામ વિસ્તારની 50 જેટલી સોસાયટીમાં વસતા લોકોને સીધી અસર થઈ છે. અનેક સોસાયટી અને સમાજની વાડી પર રિઝર્વેશન આવી જતા અસરગ્રસ્તોએ પુર્વ શહેરી વિકાસ મંત્રીના ઘરે મોરચો લઈ ગયા હતા.
પૂર્વ મંત્રી અને ધારાસભ્યએ તેમને ઘટતું કરવાની ખાત્રી આપી હતી. ત્યારબાદ પૂર્વ શિક્ષણ મંત્રી અને ભાજપના સિનિયર નેતા નાનું વાનાણીએ પણ અસરગ્રસ્તો તરફેણમાં પોતાનો મત આપ્યો હતો. આ રિઝર્વેશન અંગે અનેક બેઠકો બાદ વિવિધ સોસાયટીના રહીશો કતારગામ ઝોન ઓફિસ મોરચો લઈને પહોંચ્યા હતા. તેઓએ આક્ષેપ કરતા કહ્યું હતું કે, કતારગામ ઝોનની 50થી વધુ સોસાયટીના 65 હજાર મકાનો પર રિર્ઝેશન આવી ગયું છે તેના કારણે નાના લોકોની હાલત કફોડી થઈ ગઈ છે. આ રિઝર્વેશન દુર kરવા માટે તેઓ આવેદનપત્ર લઈને આવ્યા હતા. આ વિવાદ આગામી દિવસોમાં મોટો થાય તેવી શક્યતા નકારી શકાતી નથી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500