Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

સુરત જિલ્લામાં સૌથી વધુ ઉમરપાડા તાલુકામાં ૯૮૧૦ હેક્ટરમાં ખરીફ પાકોનું વાવેતર

  • July 08, 2023 

સુરત જિલ્‍લામાં મેઘરાજ મહેરબાન થયા છે, ત્યારે ખેડૂતોએ વાવણીના મંડાણ કર્યા છે. સુરત જિલ્લામાં પડેલા સાર્વત્રિક વરસાદ બાદ ધરતીપુત્રો ખેતીના કાર્યમાં જોડાઈ ગયા છે. તાલુકા વિસ્‍તારોમાં ખરીફ સિઝન દરમિયાન ખેડૂતો વિવિધ પાકોની વાવણી કરી રહ્યા છે. ખાસ કરીને પશુપાલન પર આધારિત ઘાસચારા, ડાંગર, તુવેર તેમજ શાકભાજી તથા અન્ય બાગાયતી પાકોનું વાવેતર કર્યું છે. છેલ્લા દસેક દિવસમાં સુરત જિલ્‍લાના તાલુકાઓમાં પાંચ ઈંચથી લઈને ૨૬ ઈંચ જેટલો વરસાદ વરસ્યો છે.



જિલ્‍લામાં ૩૦૦૨૦ હેકટર જમીનમાં ખરીફ પાકોનું વાવેતર પૂર્ણ થયું છે. જિલ્‍લા ખેતીવાડી અધિકારી દ્વારા પ્રાપ્‍ત થયેલ માહિતી મુજબ જિલ્‍લાનો છેલ્‍લા ત્રણ વર્ષનો સામાન્‍ય વાવેતર વિસ્‍તાર ૧,૦૮,૨૮૮ હેકટર રહ્યો છે, તેની સામે અત્‍યાર સુધીમાં જિલ્લાની ૩૦૦૨૦ હેકટર જમીનમાં વાવેતર પૂર્ણ થયું છે. વાવેતર કરવામાં આવેલ ખરીફ પાકો પૈકી ડાંગરનું ૩૧૨૪ હેકટર અને મગફળી ૨૯૬ હેકટર, જુવાર ૧૩૪૦ હેકટર, સોયાબીન ૪૯૮૩, કપાસ ૨૮૨૪, અડદ ૪૯૪, તુવેર ૨૯૫૬, મગ ૮૮ હેકટર, શાકભાજી ૬૮૮૭ હેકટર અને ઘાસચારાનું ૫૮૫૮, દિવેલા ૩૧, તલ ૧૩, મકાઈ ૧૧૧૯ હેકટર, અડદ ૪૯૪, દિવેલા ૩૧, કેળા ૩૬૨ તથા પપૈયા ૪૮ હેકટર જમીનમાં વાવેતર જ્યારે બાગાયતી પાકોમાં કેળાનું ૧૪૭૧, પપૈયા ૧૪૪ હેકટરમાં વાવેતર કરાયું છે.



ખાસ કરીને જિલ્લાના ઓલપાડ તાલુકામાં ૫૦૬૮ હેકટર, ચોર્યાસીમાં ૭૭૮, કામરેજમાં ૬૮૧ હેકટર, માંગરોળમાં ૫૬૪૭, બારડોલીમાં ૧૫૨, માંડવીમાં ૫૧૬૫ હેકટર, ઉમરપાડામાં ૯૮૧૦, મહુવામાં ૧૯૧૯ અને પલસાણા તાલુકામાં ૫૧૭ અને સુરત સિટીમાં ૨૮૩ હેકટર જમીન વિસ્તારમાં ૩૦૦૨૦ હેકટરમાં ખરીફ પાક જ્યારે સમગ્ર જિલ્લામાં બાગાયતી પાકોનું વાવેતર જોઈએ તો કેળાનું કામરેજમાં ૮૨૦ હેક્ટર, માંડવીમાં ૧૪૬, પલસાણામાં ૩૧૮ હેકટર મળી અન્ય તાલુકાઓ મળી કુલ ૧૪૭૧ હેક્ટરમાં કેળા તથા સમગ્ર જિલ્લામાં ૧૪૪ હેક્ટરમાં પપૈયાનું વાવેતર થયું છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application
Recent News