સુરત શહેરમાં છેલ્લા કેટલાક વર્ષોથી નવરાત્રી દરમિયાન દુર્ગા માતાજીની પ્રતિમાની સ્થાપના થાય છે અને શહેરની અનેક રહેણાંક સોસાયટીઓમાં માતાજીના ગરબા રમવામાં આવે છે ત્યાં મંદિર બનાવીને માતાજીની તસ્વીર મુકીને આરતી કરવામા આવે છે. પરંતુ અનેક જગ્યાએ દુર્ગા માતાજીની પ્રતિમાની સ્થાપના કરવામાં આવે છે. નવ દિવસની આરાધના બાદ માતાજીની પ્રતિમાનું વિસર્જન કરવામાં આવે છે.
છેલ્લા કેટલાક દિવસથી માતાજીની પ્રતિામની સ્થાપનાનું પ્રમાણ વધ્યું છે અને બીજી તરફ એનજીટીના આદેશ બાદ સુરતમાં તાપી નદી, તળાવ અને કેનાલમાં પ્રતિમા વિસર્જન પર પ્રતિબંધ મુકવામા આવ્યો છે તેના કારણે ગણેશજીની પ્રતિમાની જેમ દુર્ગામાતાની પ્રતિમાના વિસર્જન માટે પણ પાલિકા દ્વારા ચાર ઝોનમાં ચાર તળાવ બનાવવામાં આવ્યા છે. પાલિકાએ ડક્કાઓવારા, ભેસ્તાન ફાયર સ્ટેશન પાછળ, લંકા વિજય ઓવારા અને સરથાણા વીટી સર્કલ પાસે પ્રતિકાત્મક વિજર્સન કરી એસ્સાર જેટી પર વિસર્જન કરવા માટે જાહેરાત કરી છે. આ સાથે પાલિકાએ લોકોને અપીલ કરી છે કે, એનજીટીના આદેશ અને નદીમાં પ્રદુષણ અટકાવવા માટે ઘર કે મંડપમાં જ વિસર્જન કરવા જણાવ્યું છે. જો તેમ ન કરવામા આવે તો પાલિકાએ બનાવેલા કૃત્રિમ તળાવમાં વિસર્જન કરવાનું રહેશે. પાલિકાએ ચાર ઝોનમાં ચાર પોલીસ મથકની હદમાં ચાર કૃત્રિમ તળાવ બનાવ્યા છે તેમાં જ વિસર્જન કરવા માટે મા ભક્તોને અપીલ કરી છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500