ફાયર સેફ્ટીના મુદ્દે ફરી ઍકવાર તંત્રઍ આક્રમક વલણ અપનાવ્યું છે. અગાઉ નોટિસ આપવા છતાંયે ફાયર સેફ્ટીની સુવિધા ઉભી નહી કરી નોટિસ ની ઐસીતેસી કરી ઘોળી પી ગયેલા વેપારીઓની શાન થેકાણે પાડવા માટે સુરત મહાનગર પાલિકાના ફાયર અને ઈમરજન્સી વિભાગ દ્વારા ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. પહેલી જ ઍક લાબુ લચક લીસ્ટ તૈયાર કર્યા બાદ વેપારીઓ ઉંધતા હતા તે દરમિયાન મોડી રાત્રેથી રિંગરોડની સાત માર્કેટ, ભેસ્તાનની ઍક, કતારગામમાં બે શોપીંગ કોમ્પલેક્ષ મળી કુલ ૧૫૦૦ દુકાનો, વરાછામાં ૬ હોલ અને ઍક હોન્ડા સિટી શો રૂમને ફાયર સેફ્ટીના મુદ્દે સીલ માર્યા હતા. વેપારીઓદેતા સવારથી વેપારીઓ દોડતા થયા છે. અત્રે ઉલ્લેખનીય છે કે ગઈકાલે રિંગરોડના કમેલા દરવાજાની અંબાજી માર્કેટમાં ઍક દુકાનમાં આગની ઘટના બનતા તંત્ર ફરીથી જાગ્યું હોવાનું કહેવાય છે.
મળતી વિગત મુજબ સરથાણા જકાતનાકા ખાતે આવેલ તક્ષશિલ આર્કેટમાં લાગેલી ભીષણ આગની ઘટના બાદ ફાયર વિભાગ દ્વારા શહેરમાં આવેલ માર્કેટ, શોપીંગ કોમ્પ્લેક્ષ, હોસ્પિટલ, ટ્યુશન કલાસીસોમાં ફાયર સેફ્ટીના મુદ્દે સર્વે હાથ ધરવામાં આવ્યો હતો અને ફાયર સેફ્ટીની સુવિધા નહી ધરાવતા નોટીશ આપવાની સાથે સિલિંગની કામગીરી પણ હાથ ધરવામાં આવી હતી. જેતે સમયે કેટલાક માર્કેટના વેપારીઓ દ્વારા ફાયર સેફ્ટીની સુવિધા ઉપલધ્ધ કરવા માટે ઍફિડેવિટ કરી બાંહેધરી આપતા દુકાનના સીલ ખોલી દેવામાં આવ્યા હતા. પરંતુ કહેવત છે ને રાત ગઈ તો બાત ગઈની જેમ વેપારીઓઍ દુકાનમાં ફાયર સેફ્ટીની સુવિધા ઉભી કર્યા વગર જ પહેલાની માફક ધંધો કરવા લાગ્યા હતા.
દોઢ વર્ષ ઉપરાંતનો સમય વિતી ચુક્યો હોવા છતાંયે હજુ પણ ફાયર સેફ્ટી ઉભી કરવામાં ન આવતા આખરે ફાયર વિભાગે લાલ આંખ કરી હતી. ફાયર અને ઇમર્જન્સી સર્વિસ વિભાગ દ્વારા અગાઉ નોટિસ આપવા અને તેઓ દ્વારા રજૂ કરવામાં આવેલાં ઍફિડેવિટ તેમ છતાં ફાયર સેફટી સુવિધા ઉપલબ્ધ ન કરાવવા બદલ રાત્રિથી સવાર સુધી સીલિંગની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી, ફાયર વિભાગ દ્વારા રાત્રે કાતિલ ઠંડીમાં ઓપરેસન પાર પાડી ગયા બાદ સવારે વેપારીઓ માર્કેટમાં પહોચ્તા પોતાની દુકાનોમાં સીલ જાતા ચોકી ઉઠ્યા હતા. અને દુકાનનું સીલ ફરીથી ખોલાવવા માટે દોડધામ કરી હતી.ફાયર વિભાગ દ્વારા હાથ ધરવામાં આવેલ સિલિગની કાર્યવાહીમાં રિંગરોડની અંબાજી માર્કેટમાં, ન્યુ અંબાજી માર્કેટ, મધુસુદન હાઉસ, શંકર માર્કેટ, પેરીસ પ્લાઝા ભેસ્તાન, વખારિયા ટેક્ષટાઈલ માર્કેઠ, ગૌત્તમ ટેક્ષટાઈલ માર્કેટ, વરાછામાં તીર્થ કોમ્પ્લેક્ષમાં ૬ હોલ, કતારગામમાં અમોરા આર્કેડ, રાધિકા પોઈન્ટની દુકાનો સીલ કરવામાં આવી હતી.(ફાઈલ ફોટો )
ફાયર વિભાગે કાતિલ ઠંડીમાં ઓપરેશન પાર પાડ્યું, સૌથી વધુ અંબાજી માર્કેટની ૬૫૦ દુકાનો સીલ કરાઈ
ફાયર વિભાગ દ્વારા અગાઉ નોટિશ અને તેઓ દ્વારા ઍફિડેવિટ રજુ કરવા છતાંયે ફાયર સેફ્ટીની સુવિધ ઉપલધ્ધ નહી કરનારા સામે લાલ આંખ કરી ગઈકાલે કાતિલ ઠંડી વચ્ચે દુકાનોને સિલિંગ મારવાની કાર્યવાહી હાથ ધરી હતી. ૧૫૦૦ ઉપરાંત દુકાનો સીલ કરવામાં આવી હતી જેમાં સૌથી વધારે દુકાનો અંબાજી માર્કેટની ૬૫૦, મનીષ માર્કેટની ૨૦૦, ન્યુ અંબાજી માર્કેટની ૮૦, મધુસુદન માર્કટની ૧૦૦ અને, શંકર માર્કેટની ૧૧૦ દુકાન હતી. અંબાજી માર્કેટની મોટાભાગની દુકાનો સીલ કરી દેવામાં આવી હતી
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500