Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

સુરતમાં એક જ મહિનામાં આદુનો એક કિલોનો ભાવ રૂપિયા 60થી વધીને રૂપિયા 150 પહોંચ્યો

  • May 18, 2023 

સુરતમાં એક જ મહિનામાં આદુનો એક કિલોનો ભાવ 60 રૂપિયાથી વધીને 150 રૂપિયા પહોંચી ગયો છે. સામાન્ય રીતે ઉનાળામાં શાકભાજીની આવકમાં ઘટે છે, જેથી ભાવ આસમાને પહોંચી જાય છે. ખાસ કરીને લીંબુ, ટામેટા સહિતના ભાવમાં વધારો થાય છે. પરંતુ આ વર્ષે આદુના ભાવમાં મોટો ઉછાળો આવ્યો છે. એ.પી.એમ.સી.માં આદુનો સ્ટોક આવતાની સાથે જ ચપોચપ વેચાઈ જાય છે. શહેરમાં રોજની આદુની માંગ 200 ટન છે, જ્યારે 100 ટન જ આદુ આવી રહ્યું છે. સપ્લાય 50 ટકા હોવાથી ભાવમાં વધારો થયો છે.






રિટેઈલ માર્કેટમાં મહિના પહેલા કિલોનો ભાવ 40થી 60 રૂપિયા સુધી હતો જે હાલ 125થી લઈને 150 સુધી પહોંચી ગયો છે. એ.પી.એમ.સી.માં 20 કિલો આદુનો ભાવ મહિના પહેલા 800થી 1200 હતો જે હાલ 2500થી 3000 થઈ ગયો છે. આદુનાં ઉત્પાદનમાં ખેડૂતોને 20 કિલોએ ઓછામાં ઓછા 800થી 1200 રૂપિયા મળે તો જ પોસાય છે. પાછલા વર્ષોમાં 20 કિલો આદુએ માંડ માંડ 400થી 600 રૂપિયા મળતા હતાં. જેથી ખેડૂતોએ આદુનું ઉત્પાદન બંધ કરીને અન્ય પાક તરફ વળ્યા હોવાથી આવકમાં ઘટાડો થયો છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application