Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

સુરતમાં સિટી બસના ચાલકને અચાનક ખેંચ આવતા બસે પહેલા કારને ટક્કર મારી, જેના બાદ બે બાઈકને અડફેટે લઈને સીધી હોટલમાં ઘુસી

  • May 03, 2022 

સુરતમાં સિટી બસના અકસ્માત હવે સામાન્ય બની ગયા છે. ત્યારે સુરતના લાલ દરવાજા વિસ્તારમા સિટી બસે વિચિત્ર ઢબે અકસ્માત સર્જયો હતો. આજે સવારે સુરતના દિલ્હી ગેટ સ્ટેશન વિસ્તારમાં 126 નંબરની સિટી બસ બ્રિજ નીચેથી પસાર થઈ રહી હતી. રસ્તા પરથી પસાર થઈ રહેલા સિટી બસના ચાલકને અચાનક ખેંચ આવી હતી.


આ દરમિયાન ચાલકે સ્ટીયરીંગ પરથી કાબૂ ગુમાવ્યો હતો, જેને કારણે અકસ્માત સર્જાયો હતો. બસે પહેલા વેગનઆર કારને ટક્કર મારી હતી. જેના બાદ બે બાઈકને અડફેટે લઈને સીધી હોટલમાં ઘુસી હતી.


બસની ટક્કરથી અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. લોકો ડરી ગયા હતા. મોટી સંખ્યામાં લોકો એકઠા થયા હતા. બસમા ચાર મુસાફરો સવાર હતા, જેઓ આગળના ભાગમાં બેસ્યા હતા. જેઓને ઈજા થઈ હતી. ઈજાગ્રસ્તો તથા ડ્રાઈવરને 108 મારફતે હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવાયા હતા.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application