Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

સોનગઢ ગુંદી ગામે નજીવી બાબતે મારામારી થઈ, પોલીસે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી

  • September 06, 2024 

સોનગઢ ગુંદી ગામે મંદિર ફળિયામાં રહેતા સિંગાભાઈ સુપાભાઈ વસાવા (ઉ.વ.૫૦) ગત તારીખ ૦૩/૦૯/૨૦૨૪ના રોજ સાંજના ૪:૩૦ વાગ્યાના અરસામાં નજીકના બાવલી ગામે મોટર સાઈકલ લઈ બીડી લેવા માટે ગયા હતા. ત્યારે આમલપાડા ગામના મુંગા વસાવાએ તેને ચોર કહેતા સિંગા વસાવાએ તેને તમાચા ઢોકી દીધા હતા. આ અદાવત રાખી આમલપાડાનાં મુંગા સેવજી વસાવા અને તેના કુટુંબીજનો કોટુબેન મુંગા વસાવા, સંજય મુંગા વસાવા, નહેરૂ મુંગા વસાવા વિગેરેએ પણ સિગા વસાવાને ઢીકમુક્કી અને લાતોથી માર માર્યો હતો.


તે દરમિયાન નહેરૂ વસાવાએ લોખંડના સળીયા વડે હુમલો કરી તેને લોહી લુહાણ કરી જાનથી મારી નાંખવાની ઘમકી પણ આપી હતી. પોલીસે આ મામલે સિંગા વસાવાની ફરીયાદના આધારે ચારેય ઇસમો સામે ગુનો નોંધ્યો છે. જોકે સામે પક્ષે મુંગા સેગજીભાઈ વસાવા(ઉ.વ.૬૦)એ પણ પોલીસ ફરીયાદ આપી હતી કે, તેઓ બાવલી ગામે આનુબેન વસાવાનાં ઓટલા પર બેસેલા હતા. ત્યારે સીંગાભાઈ એ તેને ત્રણ લાફાં ઝિંકી દીધા હતા. પીઠનાં ભાગે ઢીકમુક્કીનો માર માર્યો હતો. નીચે પડી જતા પીઠનાં ભાગે મણકામાં ફેક્ચર થયું હતું. સાથે ચપ્પુ લાવ્યો હોત તો પતાવી દેવાની ધમકી આપતા પોલીસે સિંગા વસાવા વિરૂદ્ધ પણ ગુનો નોંધ્યો હતો.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application
Recent News