સોનગઢ ખાતેનાં ભુવનેશ્વરી પેટ્રોલિયમ નામનાં પેટ્રોલ પંપમાં પેટ્રોલ-ડીઝલ ભરવાનું કામ કરતા રવિન્દ્ર ગામીત નામના સેલ્સમેને તેણે વેચાણ કરેલા પેટ્રોલ-ડીઝલના રૂપિયા 2,27,514 માલિકને નહીં આપતા પોલીસ મથકે ગુનો નોંધાયો હતો. સુત્રો પાસેથી મળતી માહિતી મુજબ, સોનગઢ હાઈવે પર આવેલ ભુવનેશ્વરી પેટ્રોલિયમ નામના પેટ્રોલ પંપ પર રવિન્દ્ર સોમાભાઈ ગામીત (રહે.વાંકવેલ તા.સોનગઢ) વાહનોમાં પેટ્રોલ ડીઝલ ભરવાનું સેલ્સમેન તરીકે કામ કરતો હતો.
જોકે તેણે ગત તારીખ 01/06/2024નાં 9 કલાકથી તારીખ 02/06/2024નાં 8 કલાક દરમિયાન પેટ્રોલ પંપમાંથી ગ્રાહકોનાં વાહનમાં ભરેલા રૂપિયા 2,27,514/-ની કિંમતના પેટ્રોલ ડીઝલના પૈસા તેના મેનેજરને જમા કરાવ્યા ન હતા. તે દિવસથી રવિન્દ્ર ગામીત પેટ્રોલ પંપ પર આવતો પણ ન હતો. તેથી પેટ્રોલ પંપના સંચાલકોએ તેના ઉકાઈ રોડ સ્થિત વાંકવેલ ગામે આવેલા ઘરે જઈ તપાસ કરતા રવિન્દ્ર પામીત ઘરે પણ મળતો ન હતો. આ દરમિયાન તેના પરિવારજનોએ 15 દિવસમાં હિસાબ આપી દેવાની વાત કરી હતી. પરંતુ 15 દિવસ પછી પણ રવિન્દ્ર ગામીતે પેટ્રોલ ડીઝલ વેચાણના પૈસા નહીં ચૂકવતા પેટ્રોલપંપના મેનેજર ગજેન્દ્રસિંહ માટીએડા (રહે.સોનગઢ)એ સોનગઢ પોલીસ મથકે સેલ્સમેન રવિન્દ્ર ગામીત સામે પેટ્રોલ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500