તંત્ર ભલે કોરોનાને કાબૂ કરી શક્યુ ન હોય. પરંતુ સરકાર દ્વારા કોરોનાને અટકાવવા માટે માસ્ક પહેરવાના નિયમને જરૂરથી કડક બનાવી દેવાયા છે.
તાપીમાં કોરોના નું સંક્રમણ અટકાવવા સરકાર શ્રીની ગાઈડલાઈ મુજબ માસ્ક ન પહેરતાં લોકો સામે દંડનીય કાર્યવાહી હાથ ધરવા સૂચન કરતાં પોલીસ દ્વારા કાર્યવાહી હાથ ધરતાં સોનગઢ માં માસ્ક વગર ફરતાં લોકો સામે કાર્યવાહી હાથ ધરાતાં એક મહિનામાં રૂપિયા 76,000/- નો દંડ વસૂલ કરવામાં આવ્યો છે.
એક મહિનામાં 76 લોકો પાસેથી 76,000/- નો દંડ વસુલવામાં આવ્યો
સોનગઢ તાલુકામાં કોરોનાનું સંક્રમણ અટકાવવા પોલીસ દ્વારા માસ્ક વગર ફરતાં વાહનચાલકો, શાકભાજીવાળા અને રાહદારીઓ સામે દંડનીય કાર્યવાહી વધુ અસરકારક બનાવવા તાલુકાના ઓટા ચાર રસ્તા,નવા આરટીઓ ચેકપોસ્ટ, રાણીઆંબા રેલ્વે ફાટક, જેસિંગપુરા ટેકરા, જેવા જુદાજુદા વિસ્તારમાં ચેકિંગ/ડ્રાઇવ કરી સોનગઢ ટ્રાફિક પોલીસે માસ્ક વિના ફરતા લોકો પાસેથી દંડ વસૂલવાની કાર્યવાહી હાથ ધરતાં તા.1-ઓક્ટોબર થી 31-ઓક્ટોબર 2020 સુધી એટલે કે, એક મહિનામાં 76 લોકો પાસેથી રૂપિયા 1000/- લેખે કુલ રૂપિયા 76,000/- નો દંડ વસુલવામાં આવ્યો છે.(ફોટો-યુવરાજ પ્રજાપતિ)
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500