મનિષા એસ. સુર્યવંશી/તાપી : સોનગઢ તાલુકાના સિસોર ગામના માછીયા ફળિયામાં રહેતા લીલાબેન રણજીતભાઈ ચૌધરી નાએ રવિવારના રોજ સોનગઢ પોલીસ મથકે ફરિયાદ આપતા જણાવ્યું હતું કે, રવિવારના રોજ બપોરના સમયે લીલાબેનના પતિ રણજીતભાઈએ તેમના બાઈકમા પેટ્રોલ ભરાવવા માટે 100 રૂપિયા માંગ્યા હતા જેથી લીલાબેને કહ્યું કે, ઘરમાં પૈસા છે કે કેમ??? તે જોઈ આપું છું.
તેમ જણાવતા લીલાબેનના પતિ રણજીતભાઈ નાઓ એકદમ ઉશ્કેરાઈ જઈ ઘરમાં ચુલા પાસે પડેલ માચીસ ઉચકી દીવાસળી કાઢી ઘરમાં મુકેલ ભાતના પુળીયામાં સળગતી દીવાસળી નાંખી ભાતના પુળીયામાં આગ ચાંપી સળગાવી દીધું હતું જોકે આ આગમાં ભાતના પુળીયા તેમજ બે પીપળામાં ભરેલ 10 મણ ચોખા તથા જરૂરી દસ્તાવેજ જેમાં આધારકાર્ડ, ચુંટણી કાર્ડ, આયુષ્માન કાર્ડ, ઘરવેરાની પાવતી, બેંકની પાસબુક, મોટરસાઈકલની આર.સી.બુક, ડ્રાઈવીંગ લાઈસન્સ તેમજ ઘરમાં મુકેલ ઘરવખરીનો સામાન મળી કુલ રૂપિયા 1,09,000/-નું નુકશાન થયાની ફરિયાદ નોંધાવી હતી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500