મનિષા એસ. સુર્યવંશી/તાપી : સોનગઢનાં સીંગપુર ગામનાં ડુંગરી ફળિયામાં રહેતા એક ઈસમ ખેતરમાં પાણી છોડી આવતાં ટ્રક નીકળી શકે તેમ ન હોવાથી ફળિયામાં રહેતા જ ત્રણ ઈસમો આવીને મારામારી કરતા ત્રણેય સામે ગુનો નોંધાવ્યો હતો. મળતી માહિતી મુજબ, સોનગઢનાં સીંગપુર ગામનાં ડુંગરી ફળિયામાં રહેતા નિલેશભાઈ રમણભાઈ ગામીત જેઓ ખેતી કામ કરી પોતાનું તથા પારિવારનું ગુજરાન ચલાવે છે.
જયારે નિલેશભાઈએ બોરીસવાર ગામની સીમમાં આજુબાજુમાં ખેતરો આવેલ છે જેમાં નિલેશભાઈ ગામીતનું પણ ખેતર આવેલ છે અને તેમાં તેઓએ ગત તારીખ 04/11/2023નાં રોજ સાંજના સમયે ખેતરમાં પાણી છોડી દીધું હતું. પરંતુ ખેતરમાંથી અનિલભાઈ કાંતિલાલભાઈ ગામીત, સુનીલ કાંતિલાલભાઈ ગામીત અને પ્રતાપભાઈ કાંતિલાલભાઈ ગામીત (તમામ રહે.સીંગપુર ગામ, ડુંગરી ફળિયું, તા.સોનગઢ) નાંઓનો રસ્તો પસાર થતાં શેરડીનો પાક ભરેલ ટ્રક નીકળી શકે તેમ ન હતો જે વાતની અદાવત રાખી અનિલભાઈ, સુનીલભાઈ અને પ્રતાપભાઈ નાઓ ત્રણેય જણા મળી નિલેશભાઈનાં ઘરે પહોંચી તેમની સાથે ગાળ ગલોચ કરી અને લાકડીથી અને હાથ-પગથી ઢીક્કા મુક્કીનો માર માર્યો હતો જેથી નિલેશભાઈને કપાળનાં ભાગે જમણી આંખની પાંપણના ઉપર તેમજ ડાબા હાથે અને ડાબા ભાગે ફેક્ચર થયું હતું. બનાવ અંગે નિલેશભાઈ ગામીત નાંઓએ તારીખ 05/10/2023નાં રોજ ત્રણેય સામે ઉકાઈ પોલીસ મથકમાં ફરિયાદ નોંધવતા પોલીસે ગુનો નોંધી આગળની વધુ કાર્યવાહી હાથ ધરી હતી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500